Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Avengers Endgame: મજૂર દિવસ પર એવેંજર્સે કરી આટલા કરોડની કમાણી

Avengers Endgame: મજૂર દિવસ પર એવેંજર્સે કરી આટલા કરોડની કમાણી

02 May, 2019 02:14 PM IST | મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક)

Avengers Endgame: મજૂર દિવસ પર એવેંજર્સે કરી આટલા કરોડની કમાણી

જાણો એવેન્જર્સે કરી કેટલી કમાણી?

જાણો એવેન્જર્સે કરી કેટલી કમાણી?


હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ જાણે ભારતીય બોક્સ ઑફિસ પર તમામ રેકોર્ડ્સ તોડવાનું મન બનાવી લીધું છે. ફિલ્મે સતત છઠ્ઠા દિવસે પણ સારી કમાણી કરતા 244 કરોડ સુધી કલેક્શન પહોંચાડી દીધું છે.

જો અને એંથોની રૂસોના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતમાં પોતાની રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે 29 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મે અત્યાર સુધીમાં 244 કરોડ 80 લાખ રૂપિયાનું કલેક્શન મળી ચુક્યું છે. ફિલ્મને ત્રણ ભાષામાં  રિલીઝ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પહેલા અઠવાડિયામાં 270 કરોડ સુધી પહોંચી જશે અને આ શનિવારે 300 કરોડનો આંકડો પાર કરી લેશે.

આ પણ વાંચોઃ Avengers: Endgameફિલ્મે રચ્યો ઇતિહાસ તોડ્યા તમામ રોકૉર્ડ્સ



ભારતમાં આ ફિલ્મને હિન્દી, તમિલ, તેલુગુ મળીને કુલ 2845 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. એવેન્જર્સ ભારતમાં અંગ્રેજીની સાથે હિંદી, તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ભારતમાં 500 કરોડ સુધીની કમાણી કરી લેશે. કારણ કે સ્ટુડન્ટ ઑફ ધ યર ટુ રિલીઝ થતા સુધીમાં ફિલ્મને ખુલ્લુ મેદાન મળી રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2019 02:14 PM IST | મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક)

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK