Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Avengers Endgame Box Office Collection : 400 કરોડ કર્યા પાર

Avengers Endgame Box Office Collection : 400 કરોડ કર્યા પાર

10 May, 2019 04:40 PM IST |

Avengers Endgame Box Office Collection : 400 કરોડ કર્યા પાર

એવેન્જર્સ એન્ડગેમ

એવેન્જર્સ એન્ડગેમ


હૉલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમનું આ તોફાન ભારતીય બૉક્સઑફિસને તબાહ કરી દેશે એ તો ખ્યાલ હતો જ પણ આટલા લાંબા સમય સુધી ચાલશે તેવો વિચાર પણ કોઇને આવ્યો નહીં હોય અને તાજેતરમાં આ ફિલ્મની કમાણી કેટલીય ભારતીય ફિલ્મોની કમાણી પાછળ છોડીને એવેન્જર્સનો ગ્રોસ કલેક્શનનો આંકડો 400 કરોડ રૂપિયાને પાર કરી ગઇ છે.

400 કરોડની પાર



જો અને એન્થોનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે પોતાની રિલીઝના બે અઠવાડિયામાં ગ્રોસ કલેક્શનની સાથે 402 કરોડ 80 લાખ રૂપિયાની કમાણી સુધી પહોંચી ગઇ છે જ્યારે નેટ કલેક્શન 338 કરોડ 35 લાખ રૂપિયા થઇ ગયું છે.


બીજા અઠવાડિયે 77 કરોડ 95 લાખનું કલેક્શન

14માં દિવસે એટલે કે ગુરુવારે એવેન્જર્સ એન્ડગેમને 4 કરોડ 90 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 260 કરોડ 40 લાખની કમાણી કરી હતી અને બીજા અઠવાડિયે 77 કરોડ 95 લાખ રૂપિયાની કમાણી કરી. આ કમાણીનું એવું તોફાન છે જે રોકાવાનું નામ જ નથી લેતું.


એવેન્જર્સ જે ઝડપથી કલેક્શન કરી રહી છે, ભારતની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ક્રિષ 3, ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક, આમિર ખાનની ધૂમ 3, સલમાન ખાનની સુલતાન અને દીપિકા પાદુકોણ, રણવીર સિંહ શાહિદ કપૂરની પદ્માવતને પાછળ છોડ્યા પછી એવેન્જર્સ એન્ડગેમે સલમાન ખાન અને હર્ષાલી મલ્હોત્રાની બજરંગી ભાઇજાનના 320 કરોડ 24 લાખના કલેક્શનને પણ માત આપી દીધી છે.

બોલીવુડની મોટી ફિલ્મોને કમાણી બાબતે આપી માત

આજના કલેક્શન સાથે સલમાન ખાન અને કેટરીના કૈફની ટાઇગર ઝિન્દા હૈના 339 કરોડ 16 લાખ રૂપિયાના લાઇફ કલેક્શનને પણ પાછળ છોડી દેશે. ત્યાર બાદ આમિર ખાનની પીકે 340 કરોડ 80 લાખ રૂપિયા, રણવીર કપૂરની સંજૂ 342 કરોડ 86 લાખ રૂપિયા અને સૌથી વધું કમાણી કરી નંબર 1 પર પહોંચનારી આમિર ખાનની ફિલ્મ દંગલ જેણે 387 કરોડ 38 લાખ રૂપિયાની કમાણી કરી હતી તેનો વારો આવવાનો છે. વર્ષ 2017માં આવેલી બાહુબલી -ધ કન્કલુઝનના હિન્દી વર્જને બૉક્સ ઑફિસ પર 510 કરોડ 99 લાખ રૂપિયાનું કલેક્શન મેળવ્યું હતું. આ રેકૉર્ડ દૂર છે પણ અસંભવ નથી.

આ પણ વાંચો : કમાણી મામલે દુનિયાની સૌથી મોટી ફિલ્મ બનવાની નજીક એવેન્જર્સ, તોડ્યા તમામ વિક્રમો

ભારતમાં ત્રણ ભાષામાં ફિલ્મ થઇ રીલિઝ

હોલીવુડમાં જાણીતા રૂસો બ્રધર્સના નિર્દેશનમાં બનેલી અને વિશ્વમાં બહુ ચર્ચીત ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમમાં આ ફિલ્મ ભારતમાં પોતાની રિલીઝના ચોથા દિવસે એટલે કે આ સોમવારે લગભગ 31 કરોડ 5 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ ભારતમાં ત્રણ ભાષામાં રીલિઝ થઇ હતી અને પહેલા જ દિવસે 53 કરોડ 30 લાખ રૂપિયાની કમાણી કરી હતી એટલે કે તેની તુલનામાં પહેલા વર્કિંગ ડે સોમવારે લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે. આમ ફિલ્મે આ 4 દિવસમાં 189 કરોડ 70 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું છે. ફિલ્મનું ગ્રોસ કલેક્શન હવે 225 કરોડ 83 લાખ થઇ ગયું છે.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2019 04:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK