ઇરૉટિક-ડ્રામા ગંદી બાત 4માં આશિષ દીક્ષિત અને સબા સૌદાગર જોવા મળશે

Published: Dec 31, 2019, 12:46 IST | Ahmedabad

શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી ફેમ ગરિમા જૈન પણ ગંદી બાત 4ના એક એપિસોડમાં જોવા મળશે

આશિષ દીક્ષિત
આશિષ દીક્ષિત

૨૦૧૮ના મે મહિનામાં જેની પહેલી સીઝન આવી એ ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ અલ્ટ બાલાજીની ઇરૉટિક-ડ્રામા વેબ સિરીઝ ‘ગંદી બાત’ની ચોથી સીઝનની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આમ તો ગંદી બાતની ચોથી સીઝનનો ‘મીઠા મીઠા પ્યારા પ્યારા’ નામનો પહેલો એપિસોડ અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર એકસાથે રિલીઝ થઈ ચૂક્યો છે. હવે બાકીના એપિસોડ્સનું અનાઉન્સમેન્ટ શરૂ થશે.

saba

વાત એમ છે કે ગંદી બાતની ચોથી સીઝનનો એક એપિસોડ, જેનું નામ અમર પ્રેમ હશે, એમાં આપ કે આ જાને સે, સિયા રામ-એક પ્રેમ કથા, કૌન હૈ, દિલ ઢૂંઢતા હૈ સહિતની સિરિયલોમાં દેખાઈ ચૂકેલો આશિષ દીક્ષિત જોવા મળશે. તેની સાથે જોડી જમાવશે ‘ધ રીયુનિયન્સ’ અને ‘બુ... સબકી ફટેગી’ જેવી ફિલ્મોમાં દેખાયેલી અભિનેત્રી સબા સૌદાગર.

આ ઉપરાંત અન્ય એક એપિસોડમાં અભિનેત્રી ગરિમા જૈન જોવા મળશે. ગરિમાનું કલર્સ પર ૨૦૧૬થી શરૂ થયેલા શો શક્તિ- અસ્તિત્વ કે એહસાસ કીમાં રાવી સિંહનું પાત્ર લોકપ્રિય થયું હતું. તે ગંદી બાતના એપિસોડમાં મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK