આશિષ ચૌધરી ફૅમિલી સાથે વૅલેન્ટાઇન્સ ડે મનાવશે

Published: 13th February, 2020 13:49 IST | Mumbai Desk

હું વીક-એન્ડની ટ્રીપ પર જવાનો છું, સાથે જ મોબાઇલથી પણ દૂર રહીશ. આ જ એક સારો સમય છે કે જ્યારે હું વાઇફને પ્રેમ આપી શકું.

આશિષ ચૌધરીએ આ વખતે વૅલેન્ટાઇન્સ ડે તેની ફૅમિલી સાથે મનાવવાનો નિર્ણય લીધો છે. આશિષ હાલમાં ‘બેહદ 2’માં બિઝી છે. કુટુંબ સાથે સમય પસાર કરવાની વાત કરતા આશિષ ચૌધરીએ કહ્યું હતું કે ‘મારા દીકરા અગસ્ત્યને હાલમાં જ હાથમાં ફ્રેક્ચર થયું હતું. જોકે બાળકો સાથે આ બાબત સામાન્ય હોય છે. મને એ વાતનો ખૂબ વસવસો છે કે હું તેની આવી સ્થિતિમાં તેની સાથે સમય પસાર કરી શક્યો નહોતો. એથી વૅલેન્ટાઇન્સ ડે દરમ્યાન હું કામમાંથી બે દિવસની રજા લેવાનો છું. હું વીક-એન્ડની ટ્રીપ પર જવાનો છું, સાથે જ મોબાઇલથી પણ દૂર રહીશ. આ જ એક સારો સમય છે કે જ્યારે હું વાઇફને પ્રેમ આપી શકું. કેમ કે હું તેને સમય નથી આપી શકતો એની તે હંમેશાં ફરિયાદ કરતી હોય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK