Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી સવાર રિયાઝ દ્વારા થાય છે : આશા ભોસલે

મારી સવાર રિયાઝ દ્વારા થાય છે : આશા ભોસલે

10 September, 2019 12:59 PM IST |

મારી સવાર રિયાઝ દ્વારા થાય છે : આશા ભોસલે

મારી સવાર રિયાઝ દ્વારા થાય છે : આશા ભોસલે


પદ્‌મ વિભુષણ આશા ભોસલેનું કહેવું છે કે તેઓ આજે પણ રોજ સવારે ઊઠીને રિયાઝ કરે છે. રવિવારે આશા ભોસલે ૮૬ વર્ષના થયા હતા અને તેમણે અગિયાર વર્ષ બાદ બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશન તેમણે દુબઈની એક રેસ્ટોરાંમાં ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે કર્યું હતું. આ વિશે આશા ભોસલેએ કહ્યું હતું કે ‘મેં મારો બર્થ-ડે રેસ્ટોરામાં સેલિબ્રેટ કર્યો હતો અને ઘણાં લોકો મને વિશ કરવા માટે આવ્યા હતા. આટલાં બધા લોકો મને મળવા આવશે એવું મેં નહોતું ધાર્યું. રેસ્ટોરાં એકદમ ફુલ થઈ ગઈ હતી. લોકોનો પ્રેમ મેળવવો એ સહેલું નથી. મને આ વાતની ખુશી છે. મેં અગિયાર વર્ષ બાદ મારી બર્થ-ડે સેલિબ્રેટ કરી છે.’

આ પણ વાંચો: રણવીરનું એલ્વિસ પ્રેસલી લુકથી બૉલીવુડ થયું ફિદા



આટલાં વર્ષોમાં પણ કંઈ આદત નથી બદલાઈ એ વિશે પૂછતાં આશા ભોસલેએ કહ્યું હતું કે ‘રોજ સવારે હું મ્યુઝિકની સાથે ઉઠું છું. હું રોજના એક કલાક રિયાઝ કરું છું. રિયાઝ મારા માટે કોઈ કામ નથી એ મારી લાઇફસ્ટાઇલ છે. હું ટ્રાવેલ કરતી હોઉં તો પણ સાથે ઇલેક્ટ્રોનિક તાનપુરા લઈને સાથે જાઉં છું. હું રોજ સવારે રિયાઝ દ્વારા મારા દિવસની શરૂઆત કરું છું. જો ભગવાને મને સારો અવાજ ગિફ્ટમાં આપ્યો છે તો હું એનો સંભાળીને રાખવા ઇચ્છું છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 12:59 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK