પતિની 30 વર્ષની કરીઅરની 100 ફિલ્મોની જર્નીને શૅર કરી કાજોલે

Published: Nov 12, 2019, 12:02 IST | New Delhi

અજય દેવગન માટે ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ ૧૦૦મી ફિલ્મ બની જતાં કાજોલે તેને શુભકામના આપી છે.

કાજોલ
કાજોલ

અજય દેવગન માટે ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ ૧૦૦મી ફિલ્મ બની જતાં કાજોલે તેને શુભકામના આપી છે. ‘ફૂલ ઔર કાંટે’થી બૉલીવુડમાં શરૂઆત કરનાર અજય દેવગનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ થયા છે. કાજોલે અત્યાર સુધીની તેની ૯૯ ફિલ્મોની બે મીનિટની એક વિડિયો ક્લીપ બનાવી છે. આ ક્લીપ પ્લે થતી જાય છે અને એના પર લખાયેલુ છે કે ‘આ સ્ટોરીઝમાં આપણને જોવા મળશે ક્રાંતિ, પ્રેમ, દર્દ, હસી, સેલિબ્રેશન, અહેસાસ, સપનાઓ અને વિશ્વાસ. સાથે જ અવિશ્વસનીય ૩૦ વર્ષ, ૧૦૦ સ્ટોરીઝ અને હજી ઘણું બધુ કહેવાનું છે. અજય દેવગનની ૧૦૦મી ફિલ્મ ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ને સેલિબ્રેટ કરી રહ્યા છીએ.’

આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

આ વિડિયો ક્લીપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી કે ‘૩૦ વર્ષ અને ૧૦૦ ફિલ્મો. આ એક એવો અવસર છે જે યાદગાર ક્ષણ બની ગઈ છે. ‘ફૂલ ઔર કાંટે’થી માંડીને ‘ઝખમ’, ‘ગોલમાલ’થી ‘શિવાય’ સુધી અને હવે ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’. દરેક શુક્રવારે મુશ્કેલીઓમાંથી પસાર થઈને મેં તને જીતતા જોયો છે. તે ભજવેલા બધા કૅરૅક્ટર્સ યાદગાર બની ગયા છે. ગર્વથી હું તને તારી ૧૦૦મી ફિલ્મનાં બર્થ-ડેની શુભકામના આપુ છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK