Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક ડૅડી તરીકે હું તુષારની સરખામણીએ એક ટકો પણ ન આવી શકું : જિતેન્દ્ર

એક ડૅડી તરીકે હું તુષારની સરખામણીએ એક ટકો પણ ન આવી શકું : જિતેન્દ્ર

24 May, 2020 11:38 PM IST | Mumbai
Agencies

એક ડૅડી તરીકે હું તુષારની સરખામણીએ એક ટકો પણ ન આવી શકું : જિતેન્દ્ર

જીતેન્દ્ર

જીતેન્દ્ર


જિતેન્દ્રનું માનવું છે કે જે પ્રકારે તુષાર કપૂર એક ફાધર તરીકેની ફરજ બજાવે છે એની સરખામણીએ હું એક ટકો પણ નથી. તેમનું કહેવું છે કે હું જ્યારે ‍ઍક્ટર હતો ત્યારે મારી વ્યસ્તતાને કારણે મારી પાસે મારાં બાળકો સાથે સમય પસાર કરવાનો સમય જ નહોતો. હાલમાં લૉકડાઉનમાં કેવી રીતે સમય પસાર કરે છે એ વિશે પૂછવામાં આવતાં જિતેન્દ્રએ કહ્યું હતું કે ‘હું હાલમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં છું, એથી મને માત્ર ઇન્સ્ટ્રક્શન્સ આપવાનાં હોય છે. મને કોઈ ઈંટ ચડાવવાની નથી હોતી. હું કામ માટે બહાર પણ નથી જતો. એથી મારા માટે તો કંઈ બદલાયું નથી. જોકે લૉકડાઉન દરમ્યાન હું એક બાબત શીખ્યો છું કે હું જ્યારે બિઝી ઍક્ટર હતો ત્યારે હું મારાં બાળકોને વધુ સમય નહોતો આપી શકતો, એનો મને વસવસો છે. હું જ્યારે તુષારને જોઉં છું તો મને તેના પર ગર્વ થાય છે. તે ખૂબ જ જવાબદાર પિતા છે. હું તો તેનો એક પર્સન્ટ પણ નથી. આ બધું મને ઉંમર અને લૉકડાઉનને કારણે સમજમાં આવ્યું છે. આ બધું કબરમાં જઈએ એ પહેલાં અનુભવ થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2020 11:38 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK