Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પિતા શાહરુખ ખાન સાથે આ ફિલ્મમાં ડેબ્યૂ કરશે પુત્ર આર્યન

પિતા શાહરુખ ખાન સાથે આ ફિલ્મમાં ડેબ્યૂ કરશે પુત્ર આર્યન

17 June, 2019 02:18 PM IST |

પિતા શાહરુખ ખાન સાથે આ ફિલ્મમાં ડેબ્યૂ કરશે પુત્ર આર્યન

શાહરુખ ખાન સાથે પુત્ર આર્યન ખાન આ ફિલ્મમાં કરી શકે છે ડેબ્યૂ

શાહરુખ ખાન સાથે પુત્ર આર્યન ખાન આ ફિલ્મમાં કરી શકે છે ડેબ્યૂ


એક રિપોર્ટ સામે આવી છે જેમાં કહેવાય છે કે આર્યન ખાન પોતાના પિતા શાહરુખ ખાન સાથે એક મોટી હોલીવુડ ફિલ્મથી ડેબ્યૂ કરી શકે છે, જાણો શું છે આખો મામલો....

પિતા જેવો જ સ્ચટાઇલિશ છે આર્યન ખાન



શાહરુખ ખાન જેટલો હેન્ડસમ અને સ્ટાઇલિશ છે, તેનો દીકરો આર્યન ખાન પણ તેવો જ છે. સોશિયલ મીડિયા પર તેની ફેનફોલોઇંગ પણ ઘણી સારી છે. એટલે કે આર્યન ખાન પણ બોલીવુડના પોપ્યુલર સ્ટાર કિડ્સમાંનો એક છે. આર્યનના બોલીવુડમાં ડેબ્યૂને લઇને ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. પણ હજી સુધી કાંઇ નક્કી થઈ શક્યું નથી.



આ ફિલ્મ દ્વારા કરી શકે છે ડેબ્યૂ

પણ હવે જે સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે તે પ્રમાણે, આર્યન પોતાના પિતા શાહરુખ ખાન સાથે એક ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરવાનો છે. આ ફિલ્મનું નામ છે 'ધ લાયન કિંગ'. આ પોસ્ટ પ્રમાણે તાજેતરમાં જ શાહરુખ ખાન અને આર્યનને મુંબઇના એક રેકોર્ડિંગ સ્ટૂડિયોની બહાર જોવા મળ્યા હતા. શાહરુખ ખાનની પત્ની ગૌરી પણ એક દિવસ ડબિંગ સેશન માટે ત્યાં પહોંચી હતી.

શાહરુખ ખાને પણ શેર કરી એક પોસ્ટ

આ પરથી માનવામાં આવે છે કે શાહરુખ ખાન અને આર્યન હોલીવુડ ફિલ્મ 'ધ લાયન કિંગ' માટે ડબિંગ કરી રહ્યા છે. આ વાતને સમર્થન કરતી હોય તેવી પોસ્ટ શાહરુખ ખાને ફાધર્સ ડેના અવસરે કરી હતી. શાહરુખના દીકરા આર્યન સાથે એક તસવીર શેર કરી જેમાં તે ઇન્ડિયન ટીમની જર્સીના રંગની ટીશર્ટ પહેરી છે. શાહરુખ ખાનની ટીશર્ટ પર મુસાફા (લાયન કિંગનું નામ) અને આર્યનની ટીશર્ટ પર સિંબા (નાનું લાયન) લખ્યું છે.

આ પણ વાંચો : આ મૂળ ગુજરાતી HBOના વિઝનરી પ્રોગ્રામમાં આવ્યા પ્રથમ સ્થાને

ઉલ્લેખનીય છે કે એવી પણ વાત સામે આવી હતી કે આર્યન ખાન કરણ જોહરની આગામી ફિલ્મ 'તખ્ત' સાથે ડેબ્યૂ કરશે પણ આ બાબતે કોઇ જ અધિકારિક માહિતી મળી નથી.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 02:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK