Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અરવિંદ વેગડાનું નવું ગીત 'કલર થઈ જશે' થયું રિલીઝ

અરવિંદ વેગડાનું નવું ગીત 'કલર થઈ જશે' થયું રિલીઝ

16 May, 2019 05:44 PM IST | અમદાવાદ

અરવિંદ વેગડાનું નવું ગીત 'કલર થઈ જશે' થયું રિલીઝ

સાથી કલાકારો સાથે શૂટિંગ દરમિયાન અરવિંદ વેગડા

સાથી કલાકારો સાથે શૂટિંગ દરમિયાન અરવિંદ વેગડા


ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા એક નવા સોંગ સાથે પાછા આવી ગયા છે. અરવિંદ વેગડાનું નવું ગુજરાતી સિંગલ યુટ્યુબ પર રિલીઝ થઈ ચુક્યુ છે. અરવિંદ વેગડાનું ગીત 'કલર થઈ જશે' ગુરુવારે UDB ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું છે.

આ ગીતમાં અરવિંદ વેગડાની સાથે આરતી ભાવસાર, જનક ઝાલા, નિરવ કલાલ અને ઉમેશ બ્રહ્મભટ્ટ પણ જોવા મળી રહ્યા છે. અરવિંદ વેગડાની સાથે સાથે ગીત ઉમેશ બ્રહ્મભટ્ટે પણ ગાયું છે. એટલે કે આ ગીતમાં અરવિંદ વેગડા અને ઉમેશ બ્રહ્મભટ્ટની જુગલબંધી જોવા મળશે. ગીતના શબ્દો મિતેષ બારોટ ઉર્ફે સમ્રાટે લખ્યા છે. તો ગીતનું કમ્પોઝિશન પણ મિતેશ બારોટે જ કર્યું છે. આ ગીતનું મ્યુઝિક યશ બારોટે આપ્યું છે.



જુઓ વીડિયો


અરવિંદ વેગડાના આ નવા ગીત 'કલર થઈ જશે'ને અજય શર્માએ ડિરેક્ટ કર્યું છે. ગીતમાં હળવા અંદાજમાં પ્રેમની સાઈડ ઈફેક્ટની વાત કરવામાં આવી છે. પ્રેમ કરવાથી સામાન્ય છોકરાની જિંદગી કેટલી બદલાઈ જાય છે, તેની વાત કોમેડી અંદાજમાં આ ગીતમાં કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ લોકલાડીલા ગુજરાતી ગાયક અરવિંદ વેગડાનો 'કૂલ' અંદાજ, જુઓ 

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2019 05:44 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK