રામ જન્મભૂમિ પૂજનથી ખુશ છે ટીવીના રામ-સીતા

Published: Aug 04, 2020, 20:56 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અરુણ ગોવિલે કહ્યું 'જય શ્રી રામ' તો દીપિકા ચિખલીયાને લાગી રહ્યું છે કે, આ વર્ષે દિવાળી જલ્દી આવી ગઈ

રામ મંદિરનાં ભૂમિ પૂજન શરૂ થઈ ગયુ છે. આજે સવારે આઠ વાગ્યે જ અયોધ્યામાં રામ અર્ચનાની સાથે હનુમાન ગઢીમાં પૂજા શરૂ થઈ ગઈ છે. ભગવાન રામની નગરીમાં બુધવારે એટલે કે પાંચ ઓગસ્ટનાં રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. ત્યારે એક તરફ આખા દેશમાં ખુશીનો માહોલ છે. તો બીજી બાજુ રામ જન્મભૂમિ પૂજનથી ટીવીના રામ-સીતા પણ બહુ ખુશ છે. રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ (Arun Govil) અને સીતા માતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલીયા (Dipika Chikhlia) પણ બહુ જ ખુશ છે અને આ ખુશી તેમણે સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરી છે.

અરુણ ગોવીલે ટ્વીટ કર્યું હતું કે, ભગવાન શ્રીરામનાં મંદિરનાં શિલાન્યાસની પ્રતીક્ષા સમસ્ત માનવ જાતિ કરી રહી છે. અયોધ્યામાં ભૂમિ પૂજનની સાથે જ એક દિવ્ય યુગનો શુભારંભ થઇ જશે. રામ ભક્તોને મારા કોટી કોટી વંદન. આપ સહુના પ્રયત્નોને લીધે જ અમને આ દિવસ જોવાનું સૌભાગ્ય મળ્યું છે. જય શ્રી રામ.

તેમણે બીજી ટ્વીટમાં લખ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર માટે વર્ષો સુધી સતત સંઘર્ષ કરનારા વરિષ્ઠજન અને તે લડાઇને ભૂમિપૂજન સુધી લઇ આવનારા તમામ રામભક્તોને મારા કોટિ કોટિ નમન.

જ્યારે દીપિકા ચિખલીયાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, રામ જન્મભૂમિનો આવતીકાલે ધિલાન્યાસ થશે. આખરે લાંબા સમયની પ્રતિક્ષા પુર્ણ થઈ. રામલલા ઘરે પાછા ફરી રહ્યાં છે. આ બહુ જ સુંદર અનુભવ છે. જાણે એવું લાગી રહ્યું છે કે, દિવાળી આ વર્ષે જલ્દી આવી ગઈ હોય. આ વિચારીને લાગણીશીલ થઈ જવાય છે. આવતીકાલની રાહ જોઈ રહી છું.

 
 
 
View this post on Instagram

Yesterday was Rakshabandhan, ....could not celebrate like every year....normally I would go over to to my brother's home and tie rakhi to my brother and tie lumba to my Bhabhi...spend the day...have lunch with my mum, bhai and bhabhi...yesterday just passed away calling up my brothers to wish them and hoping for better days to come😇 😇 Tomorrow is Ram janmabhumi shilanyas...the long wait is finally over.....Ramlala is coming back home...it’s going to be a spectacular experience....feels like diwali has come early this year🪔🪔🪔....just getting emotional thinking about it all....eagerly waiting for tomorrow😊 #ram #rakhi#sita#ramayana#ramayan#ayodhya#history#atlast #tv #television#brother #sister #rakshabandhan #bond #protection #respect

A post shared by Dipika (@dipikachikhliatopiwala) onAug 3, 2020 at 11:57pm PDT

આ પણ જુઓ: જુઓ હવે આવા દેખાય છે મહાભારતનાં આ મહારથી કલાકારો

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને લીધે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે તમામ ઉદ્યોગો બંધ થઇ ગયા હતાં. તેવામાં લોકોનાં મનોરંજનને ધ્યાનમાં રાખીને ડીડી ભારતી પર 80નાં દાયકાનાં સુપરહિટ શો ફરી શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રામાયણ પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક ધારાવાહિકે TRPનાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતાં. આ દરમિયાન ધારાવાહિકનાં તમામ એક્ટર્સ અને તેમનાંથી જોડાયેલાં કિસ્સાઓ ચર્ચામાં રહ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK