Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Article 15 Trailer Out : ગેરેંટી છે! ટ્રેલર જોઈને છૂટી જશે કમાકમાટી

Article 15 Trailer Out : ગેરેંટી છે! ટ્રેલર જોઈને છૂટી જશે કમાકમાટી

30 May, 2019 06:03 PM IST | મુંબઈ

Article 15 Trailer Out : ગેરેંટી છે! ટ્રેલર જોઈને છૂટી જશે કમાકમાટી

શાનદાર છે આર્ટિકલ-15નું ટ્રેલર

શાનદાર છે આર્ટિકલ-15નું ટ્રેલર


બોલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના(Ayushman Khurrana)ની ફિલ્મ આર્ટિકલ 15(Article 15)નું ટ્રેલર રીલિઝ થઈ ચુક્યું છે. અને જેમ આયુષ્માન ખુરાનાએ ટ્રેલર રીલિઝ થતા પહેલા કહ્યું હતું તેમ આ ફિલ્મ જાત-પાત, સમાજના ઊંચ-નીચ, યૌન શોષણ, હિંસા અને દરેક દર્દને રૂબરૂ કરાવશે. 2 મિનિટ 56 સેકન્ડનું આ ટ્રેલર એટલું શાનદાર છે કે તેને જોતા જોતા તમને કમકમા આવી જશે. ટ્રેલરને જોતા જોતા તમે તેમાં ખોવાઈ જશો.

શું છે ટ્રેલરમાં....
ટ્રેલરની શરૂઆત થાય છે એક અવાજ સાથે, 'હું અને તમે આમને ક્યારેય દેખાતા નથી. ક્યારેક હરિજન થઈ જાઈએ છે,તો ક્યારેક બહુજન થઈ જાઈએ છે, બસ જન નથી બની શકતા.' ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક પોલીસકર્મીની ભૂમિકામાં છે જે બે છોકરીઓ સાથે થયેલા ગેંગરેપની તપાસ કરી રહ્યો છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે બે છોકરીઓનો મૃતદેહ વૃક્ષ પર લટકેલો છે. આ છોકરીઓ સાથે ગેંગરેપ થયો છે અને તેની જ તપાસ આયુષ્માન કરી રહ્યા છે. ટ્રેલરમાં આ સીન જોઈને તમને બદાયૂં ડબલ મર્ડર કેસની યાદ આવી જશે.

આ પણ વાંચોઃ 'છપાક'ના સેટ પર પહેલા જ દિવસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી દીપિકા, વચ્ચે જ રોકવું પડ્યું હતું શૂટિંગ



ફિલ્મમાં ઊંચી અને નીચી જાતિના મુદ્દાને ખૂબ જ બેબાકીથી ઉઠાવવામાં આવ્યો છે. યૌન શોષણના કેસની તપાસ કરતા આયુષ્માન ખુરાના પણ આ બધુ સહન કરે છે. કુલ મળીને આ ફિલ્મનું ટ્રેલર શાનદાર અને ભાવુક કરનાર છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ 28 જૂને રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2019 06:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK