બચ્ચન પાન્ડે સાથે દેખાશે અર્શદ વારસી
અર્શદ વારસી
‘બચ્ચન પાન્ડે’માં અર્શદ વારસીની એન્ટ્રી થતાં તે અક્ષયકુમારના ફ્રેન્ડના રોલમાં દેખાશે. હંમેશ મુજબ આ ફિલ્મમાં પણ અર્શદ કૉમેડી કરતો જોવા મળશે. આ ઍક્શન-કૉમેડીમાં અક્ષયકુમાર ગૅન્ગસ્ટર બન્યો છે, જેને ઍક્ટર બનવાની ઇચ્છા છે. તો ક્રિતી સેનન જર્નલિસ્ટ છે અને તેને ડિરેક્ટર બનવું છે. ‘હાઉસફુલ 4’ના ડિરેક્ટર ફરહાદ સામજી આ ફિલ્મને ડિરેક્ટ કરશે અને સાજિદ નડિયાદવાલા એને પ્રોડ્યુસ કરશે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં જેસલમેરથી શરૂ કરવામાં આવશે. ફિલ્મને સ્ટાર્ટ ટુ ફિનિશ કરવાની યોજના મેકર્સની છે. ફિલ્મમેકર્સ એવા ઍક્ટરની શોધમાં હતા જે અક્ષયકુમારની કૉમિક ટાઇમિંગ સાથે તાલમેળ સાધી શકે. એથી તેમને અર્શદ વારસી આ રોલમાં બંધબેસતો લાગ્યો છે.