બુધવારની વહેલી સવાર સુધી ચાલ્યો ખાનપરિવારનો લગ્નજલસો

Published: 20th November, 2014 03:31 IST

સલમાન ખાન, કૅટરિના અને આમિર નાચ્યાં ‘શીલા કી જવાની પર’ : ગઈ કાલે ફેરવેલ લંચ સાથે થઈ પૂર્ણાહુતિ
મંગળવારે હૈદરાબાદની તાજ ફલકનુમા હોટેલમાં દુલ્હા-દુલ્હન સાથે આમિર ખાન અને સલમાન ખાન.


પ્રિયંકા ચોપડા અને સાનિયા મિર્ઝા.


(ડાબેથી) આમિર ખાન, સલીમ ખાન, સલમાન ખાન, મિકા સિંહ, અર્પિતા અને સોહેલ ખાન.


ડાન્સ-ફ્લોર પર (ડાબેથી) મિકા સિંહ, સલમાન ખાન, કૅટરિના કૈફ અને આમિર.


સલમાન ખાનની બહેન અર્પિતા ખાન હવે ઑફિશ્યલી અર્પિતા આયુષ શર્મા બની ચૂકી છે. મંગળવારે હૈદરાબાદમાં તાજ ફલકનુમા પૅલેસમાં થયેલા ભવ્ય લગ્ન-સમારંભમાં ૨૦૦થી ૨૫૦ જેટલા મહેમાનો હાજર રહ્યા હતા ત્યારે બૅન્ડ-બાજા વચ્ચે અર્પિતાને રથમાં બેસાડીને લગ્નસ્થળે લાવવામાં આવી હતી. સામે વરરાજાના વરઘોડાનું સ્વાગત કરવા ખાન ભાઈઓ અને સલમા ખાન હાજર રહ્યાં હતાં.

ઉજવણીની વાત કરીએ તો ખાનપરિવારે મંગળવારે શરૂ થયેલા આ લગ્નની ઉજવણી બુધવારની વહેલી સવાર સુધી ચાલુ રાખી હતી; જેમાં સૉન્ગ અને ડાન્સ-પર્ફોર્મન્સનો વરસાદ થઈ રહ્યો હતો. મિકા સિંહે સલમાનનાં કેટલાંક ગીતો ગાયાં હતાં તો બાદમાં સલીમ ખાને તેમનાં બાળકો સાથે કેટલાંક જૂનાં ગીતો ગાયાં હતાં. સલમાન અને આમિરે પણ વારાફરતી ડાન્સ કર્યો હતો.

ડાન્સ-પર્ફોર્મન્સ આવે એટલે ઘરના સદસ્યો ન નાચે એવું કેમ બને. હેલને પોતાનો ડાન્સ-પર્ફોર્મન્સ આપ્યો હતો. સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડ કૅટરિના કૈફે ‘શીલા કી જવાની’ પર સલમાન અને આમિર સાથે ડાન્સ-સ્ટૅપ કર્યા હતાં. આવું જ હર્ષોલ્લાસભર્યું વાતાવરણ બુધવારની વહેલી સવાર સુધી રહ્યું હતું. બપોરે ફેરવેલ લંચ બાદ દુલ્હનની વિદાય કરવામાં આવી હતી.

‘સલમાન મુંબઈ પાછો જા’ના નારા પણ લાગ્યા


જે દિવસે સલમાન હૈદરાબાદ ઍરપોર્ટ પર ઊતર્યો એ જ સમયે કેટલાક લોકોએ તેના વિરુદ્ધ ‘સલમાન મુંબઈ પાછો જા’ એવી નારાબાજી કરી હતી. આ નારાબાજી તેમણે મુગલપુરાથી માંડી ફલકનુમા પૅલેસ સુધી કરી હતી. થોડા સમય પહેલાં સલમાનની બ્રૅન્ડ બીઇંગ હ્યુમનના હૈદરાબાદના એક ફૅશન-શોમાં એક મૉડલે પહેરેલા કપડામાં નીચેના ભાગમાં ‘અલ્લા’ લખ્યું હોવાને કારણે સલમાન વિરુદ્ધ આ નારાબાજી કરવામાં આવી હતી, પણ પોલીસે લોકોની ભીડ પર કાબૂ મેળવ્યો હતો.

શાહરુખે અર્પિતાને ગિફ્ટમાં આપી ડિઝાઇનર બૅગ

૧૮ નવેમ્બરે અર્પિતાનાં લગ્ન ધામધૂમથી પત્યાં હતાં અને આવતી કાલે બાંદરામાં રિસેપ્શન યોજાવાનું છે. આ પ્રસંગને કારણે સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરૂ થયો હતો, પણ મુદ્દાની વાત એ છે કે શાહરુખે અર્પિતાને ગિફ્ટમાં શું આપ્યું હશે? જાણવા મળ્યું છે કે અર્પિતાને હૅન્ડ-બૅગ ઘણી પસંદ હોવાને કારણે શાહરુખે તેને એક ફેમસ ઇન્ટરનૅશનલ બ્રૅન્ડની ડિઝાઇનર હૅન્ડ-બૅગ સહિત એક સુપર એક્સપેન્સિવ હૅમ્પર ગિફ્ટમાં આપ્યું છે.

રવિવારે રાતે શાહરુખ અર્પિતાને આશીર્વાદ દેવા ગયો હતો એ સમયે તે ઘરની દરેક વ્યક્તિ સાથે હળીમળી ગયો હતો. સવારના છ વાગ્યા સુધી તે સલમાનના ઘરે જ રોકાયો હતો અને સલમાન અને સલીમ ખાન સાથે વાતચીત કરી હતી.

અર્પિતાનાં લગ્ન અને રિસેપ્શનમાં રણબીરની બહેનને આમંત્રણ

સલમાન ખાનની બહેન અર્પિતાનાં લગ્નમાં રણબીર કપૂરને છોડીને માત્ર કૅટરિના કૈફને આમંત્રણ મળ્યું હોવાની વાત બધા જાણે છે, પણ હવે તો એમ પણ સાંભળવા મળ્યું છે કે અર્પિતાનાં અઢાર તારીખે થયેલાં લગ્નમાં અને આવતી કાલે મુંબઈમાં થનારા રિસેપ્શનમાં રણબીર કપૂરની દિલ્હીસ્થિત બહેન રિદ્ધિમા કપૂર-સાહનીને આમંત્રણ મળ્યું હતું. જોકે પોતાનાં બાળકોની સ્કૂલનું શેડ્યુલ હોવાને કારણે રિદ્ધિમા અર્પિતાના એકેય પ્રસંગમાં હાજર નહીં રહી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK