સલમાન, અરબાઝ અને સોહેલ મામા બન્યા

Published: Mar 30, 2016, 08:50 IST

બહેન અર્પિતાએ પુત્રને જન્મ આપ્યો


ઈન્સ્ટાગ્રામ પર દિકરાના નામની કરી જાહેરાત


મુંબઈ : અરબાઝ અને મલઈકાને લઈને મુશ્કેલ ઘડીમાંથી પસાર થઈ રહેલા ખાન પરિવારને  અર્પિતા ખાને ખુશ થવા માટેનું કારણ આપ્યું છે. અર્પિતા ખાને એક પુત્રને જન્મ આપ્યો છે. ખાન ભાઈઓની આ પ્યારી બહેને બુધવારે એક પુત્રને જન્મ આપ્યો છે.

અર્પિતા ખાનના પતિ આયુષ શર્માએ પોતાની ખુશી વ્યક્ત કરતા ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં ઘણી વાતો લખી છે. જેમાંથી એક પોસ્ટ પર લખ્યું છે કે, હવે રાહ જોવી પૂરી થઈ અને લિટિલ પ્રિન્સ આહિલ આવી ચૂક્યો છે;એટલે કે અર્પિતા અને આયુષે પોતાના પુત્રનું નામ આહિલ રાખ્યું છે.


arpita

ડાબી તસ્વીરમાં અર્પિતા અને આયુષ અને જમણી તસ્વીરમાં આહિલતમને જણાવી દઈએ કે અર્પિતા અને આયુષનું આ પ્રથમ સંતાન છે. સલમાન, અરબાઝ અને સોહેલ ફરી એક વખત મામા બન્યા છે. તાજેતરમાં જ અર્પિતા અને આયુષે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યો હતો. જેમાં એકસાથે ઘણાં સુંદર દેખાય રહ્યાં હતાં.


નોંધનીય છેકે અર્પિતા ખાન પોતે સોશિયલ મિડિયામાં ઘણી સક્રિય રહે છે. અને ફેન્સને ખાન પરિવાર સંદર્ભે માહિતી આપતી રહે છે. આયુષ અને અર્પિતાની વર્ષ 2014ના નવેમ્બર મહિનામાં લગ્ન થયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK