કૉન્સર્ટમાં સોશ્યલ ડિસ્ટન્સને લઈને ચિંતિત છે અરમાન મલિક
અરમાન મલિક
કૉન્સર્ટમાં સોશ્યલ ડિસ્ટન્સને લઈને હાલમાં સિંગર અરમાન મલિક ખૂબ ચિંતિત છે. કોરોના વાઇરસ શરૂ થતાં દુનિયા થંભી ગઈ હતી. એક વર્ષ થવા આવ્યું છે અને હજી પણ જાહેરમાં કૉન્સર્ટ જેવી પરવાનગી પહેલાં જેવી નથી મળી રહી. આ વિશે અરમાન મલિકે ટ્વીટ કર્યું હતું, ‘શું તમે કૉન્સર્ટમાં સોશ્યલ ડિસ્ટન્સને ઇમૅજિન કરી શકો છો?’
અરમાનની આ ટ્વીટનો જવાબ તેના ચાહકોએ નકારાત્મકતામાં આપ્યો હતો. તેમનું કહેવું છે કે ઇન્ડિયામાં એ શક્ય નથી અને જો એ અરમાનની કૉન્સર્ટ હોય તો એ શક્ય નથી.