અજુર્નના કોની સાથેના સંબંધો રાતોરાત બદલાઈ ગયા?

Published: 6th December, 2014 06:16 IST

અજુર્ન કપૂરના મનમાં આ શું ચાલી રહ્યું છે? તાજેતરમાં એક ટ્વીટમાં તેણે જણાવ્યું હતું કે ‘સંબંધો કેટલી ઝડપથી બદલાય છે એનું ક્યારેય આશ્ચર્ય અનુભવ્યું છે?

રાતોરાત સંબંધોમાં ચેન્જ આવી શકે છે. એક મિનિટે સારા સંબંધો હોય અને બીજી જ મિનિટે એ ખરાબ થઈ જાય છે.’ જોકે તેણે શું અને કોના વિશે આવું ટ્વીટ કર્યું એની ચોખવટ નથી કરી. ફિલ્મ ‘તેવર’માં અજુર્નની કો-સ્ટાર સોનાક્ષી સિંહા સાથે તેનું નામ ચર્ચામાં છે અને તેણે અગાઉ ચોખવટ પણ કરી હતી કે સોનાક્ષી માત્ર તેની પાડોશી છે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK