Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અર્જુન રામપાલે ઈન્ટાગ્રામ પર શૅર કર્યો પુત્ર સાથે પહેલો ફોટો

અર્જુન રામપાલે ઈન્ટાગ્રામ પર શૅર કર્યો પુત્ર સાથે પહેલો ફોટો

23 July, 2019 04:46 PM IST |

અર્જુન રામપાલે ઈન્ટાગ્રામ પર શૅર કર્યો પુત્ર સાથે પહેલો ફોટો

અર્જુન રામપાલે શૅર કર્યો પુત્ર સાથે ફોટો

અર્જુન રામપાલે શૅર કર્યો પુત્ર સાથે ફોટો


18 જુલાઈએ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાએ પુત્રને જન્મ આપ્યો છે. અર્જુન અને ગૈબ્રિએલાએ તેમના નવજાત બાળક સાથે ફોટોઝ શૅર કર્યા હતાં. હોસ્પિટલથી ઘરે પરત ફર્યા પછી અર્જુન અને ગૈબ્રિએલાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમના પુત્રની એક ઝલક શૅર કરી હતી. અર્જુન રામપાલે પુત્રના જન્મ દિવસના 4 દિવસ પછી ખાસ ફોટો શૅર કર્યો હતો જેમાં તેમના પુત્રનો હાથ દેખાઈ રહ્યો છે અને અર્જુન રામપાલનો આંગળીયો પણ દેખાઈ રહી છે. ફોટો શૅર કરતા કેપ્શન આપ્યું હતું, ઉફફફ...



અર્જુન રામપાલનું નામ આ પહેલા ઘણી બોલીવુડ સ્ટાર, મોડલ સાથે જોડાઈ ચૂક્યું છે. અર્જુન રામપાલે પહેલા ફેમસ એક્ટ્રેસ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા જો કે 20 વર્ષના રિલેશનનો અંત આવ્યો હતો. અર્જુન રામપાલને 2 પુત્રી મિહિકા (17 વર્ષ) અને મ્યારા (14 વર્ષ) છે. તલાક પછી અર્જુન રામપાલ કેટલાક મહિના પછી ગૈબ્રિઆલા સાથે બાન્દ્રા પાલી હિલમાં શિફ્ટ થઈ ગયા.


આ પણ વાંચો: મલાઈકા અરોરાના હોટ બિકિની લૂક વાયરલ, જુઓ ફોટોઝ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન રામપાલ છેલ્લે વેબ સિરીઝ 'ધ ફાઈનલ કોલ'માં જોવા મળ્યો હતો. ગૈબ્રિઆલા એક મોડલ હોવાની સાથે ફેશન ડિઝાઈનર પણ છે. હ્રિતિક રોશનની બ્રાન્ડ HRX માટે ગૈબ્રિઆલા કપડા ડિઝાઈન કરી ચૂકી છે. સુઝેન અને અર્જુનના રિલેશનની અફવાને કારણે અર્જુન અને હ્રિતિક એકબીજાથી દુરી રાખી હતી જો કે ગ્રૈબિઆલાના કારણે આ અંતર ઘટ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 04:46 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK