Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂટિંગથી બેહાલ અજુર્ન રામપાલ

શૂટિંગથી બેહાલ અજુર્ન રામપાલ

28 December, 2011 05:50 AM IST |

શૂટિંગથી બેહાલ અજુર્ન રામપાલ

શૂટિંગથી બેહાલ અજુર્ન રામપાલ






વ્યસ્ત હોવું કલાકારો માટે બહુ સારું હોય છે અને ક્યારેક એ જ શાપરૂપ પણ બની જતું હોય છે. અજુર્ન રામપાલ માટે આવું જ થઈ રહ્યું છે. કરીના કપૂર સાથેની મધુર ભંડારકરની ‘હિરોઇન’નું પહેલું શેડ્યુલ પતાવ્યા પછી તેણે પોતાના સ્ટાર વલ્ર્ડ પરના ચૅટ-શો ‘લવ ટુ હેટ યુ’માં પણ કામ કર્યું હતું. જોકે હવે સુધીર મિશ્રા તેમની ફિલ્મમાં ક્લાઇમૅક્સ પૂરી કરવાના હોવાથી અજુર્ને પોતાના વેકેશનનો પ્લાન બદલવો પડ્યો છે. પહેલાં તે મિત્રો શાહરુખ ખાન અને હૃતિક રોશન સાથે લાંબા સમય માટે ફૅમિલી-ટૂર પર જવાનો હતો. જોકે હવે તેને આ વેકેશન માટે ખૂબ જ ઓછો સમય મળશે.


કૉપોર્રેટ ઑફિસમાં ચાલતી સેક્સ્યુઅલ ઍક્ટિવિટીઝ પરની આ ફિલ્મમાંથી અજુર્નને એક અઠવાડિયાનો ફ્રી સમય જોઈતો હતો અને તેણે સુધીર મિશ્રાને સમજાવ્યું હતું કે તે ન્યુ યર પછી આવશે ત્યારે શૂટિંગ પૂરું કરશે. જોકે સુધીર મિશ્રા પોસ્ટ-પ્રોડક્શન બને એટલું જલદી શરૂ કરવાના હોવાથી તેમણે અજુર્નને ના પાડી હતી. આને કારણે જ અજુર્ને હવે સોમવારથી આવતી કાલ સુધી શૂટિંગ કરવું પડશે અને પછી તે દુબઈ જઈ શકશે.


અજુર્ન આ બાબતે કહે છે, ‘મારી ઇચ્છા મેહર (પત્ની), બાળકો અને શાહરુખ તથા હૃતિક સાથે વધુ સમય ગાળવાની હતી. જોકે અત્યારે હું સુધીરની ફિલ્મના છેલ્લા ચાર દિવસના શેડ્યુલમાં વ્યસ્ત છું અને મારી પાસે કોઈ વિકલ્પ જ નથી. આ વર્ષના છેલ્લા બે મહિના મારા માટે ઘણા કપરા રહ્યા છે. પહેલાં ‘હિરોઇન’, પછી ‘લવ ટુ હેટ યુ’ અને હવે સુધીરની ફિલ્મ.’

અજુર્ન અને તેની વાઇફ મેહર, શાહરુખ-ગૌરી અને હૃતિક-સુઝૅને આ વેકેશન ઘણા સમય પહેલાં પ્લાન કર્યું હતું, પણ ત્રણેય કલાકારોએ કોઈ ને કોઈ કમિટમેન્ટને લીધે આ વેકેશન ઘણું નાનું કરવું પડ્યું છે. Whatsapp-channel Whatsapp-channel

28 December, 2011 05:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK