Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલાઇકાના જન્મદિવસે અર્જુન કપૂરે શૅર કરી રોમેન્ટિક તસવીરો....

મલાઇકાના જન્મદિવસે અર્જુન કપૂરે શૅર કરી રોમેન્ટિક તસવીરો....

23 October, 2019 05:35 PM IST | મુંબઈ ડેસ્ક

મલાઇકાના જન્મદિવસે અર્જુન કપૂરે શૅર કરી રોમેન્ટિક તસવીરો....

મલાઇકાના જન્મદિવસે અર્જુન કપૂરે શૅર કરી રોમેન્ટિક તસવીરો....


બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસરે બોલીવુડના તમામ સેલેબ્સથી લઇને તેના ચાહકોએ તેને વધામણી આપી છે. પણ તે જેની વધામણીની રાહ જોઇ રહી હતી, તેણે પોતે પણ હવે બર્થડે ગર્લને એક ખાસ તસવીર સાથે વિશ કર્યું છે. તમે સમજી જ ગયા હશો કે અહીં કોની વાત થઈ રહી છે, જી હાં અહીં વાત થઈ રહી છે અર્જુન કપૂરની.

મંગળવારે રાતે મલાઇકા સાથે પાર્ટી કર્યા બાદ અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરો શૅર કરી છે. આ તસવીર પાર્ટીની તો નથી જ. અર્જુનની આ રોમેન્ટિક તસવીરમાં બન્ને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ જોઇ શકાય છે. આ તસવીરમાં બન્ને સેલ્ફી લેતાં જોવા મળે છે. મલાઇકા, અર્જુનની આગળ ઊભી છે અને અર્જુન પાછળથી તેના માથે કિસ્સ કરતો દેખાય છે. બન્ને સાથે ખૂબ જ સરસ લાગે છે.



 
 
 
View this post on Instagram

♥️

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onOct 23, 2019 at 1:51am PDT


આ તસવીર સાથે અર્જુને કોઇ જ કૅપ્શન નથી લખ્યું તેણે ફક્ત દિલ બનાવ્યું છે. બન્નેની તસવીર પર રણવીર સિંહ, જેકલીન ફર્નાન્ડિસ, કૃતિ સેનોને પણ કોમેન્ટ કરી છે.


 
 
 
View this post on Instagram

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor ... love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onJun 26, 2019 at 9:42am PDT

જણાવીએ કે લગભગ ચાર મહિના પહેલા 26 જૂને અર્જુન કપૂરના બર્થડે પર મલાઇકા અને અર્જુને પોતાના રિલેશનશિપને જાહેર કર્યા હતા. 26 જૂનના મલાઇકાએ અર્જુન કપૂર સાથે મોડી રાતની એક તસવીર શૅર કરી હતી જેના પછી સ્પષ્ટ થઈ ગયું કે બન્ને રિલેશનશિપમાં છે. તેના પછી બન્નેએ કેટલાય ઇન્ટરવ્યૂમાં આ વાતનો સ્વીકાર પણ કરી લીધો.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

મલાઇકાએ આ વખતે પોતાનો જન્મદિવસ મુંબઇમાં જ ઉજવ્યો. લગભગ 6-7 વર્ષ પછી એવું થયું છે કે જ્યારે મલાઇકા પોતાના જન્મદિવસ પર મુંબઇમાં જ હતી અને તેણે પોતાનો જન્મદિવસ મિત્રો અને પરિવારના સભ્યો સાથે સેલિબ્રેટ કર્યો. પોતાના જન્મદિવસે મલાઇકાએ મુંબઇના ફાઇવસ્ટાર હોટેલ JW Marriott Mumbai Juhuમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં તેણે બૉયફ્રેન્ડ અર્જુન કપૂર, બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર બહેન અમૃતા અરોરા સહિત અન્ય બોલીવુડ સિતારાઓએ હાજરી આપી. મલાઇકાની બર્થડે પાર્ટીની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 
 
 
View this post on Instagram

And the birthday girl ❤? #MallaikaArora

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 22, 2019 at 4:48pm PDT

 
 
 
View this post on Instagram

Mere Arjun aur Arjun aagaye... Happy birthday #Malla have a beautiful one. @malaikaaroraofficial @arjunkapoor #agelessMalikaa

A post shared by Arjun (@rampal72) onOct 22, 2019 at 11:58am PDT

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 05:35 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK