Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટેન્સ લવ સ્ટોરીમાં પણ કામ કરવું છે અર્જુન કપૂરને

ઇન્ટેન્સ લવ સ્ટોરીમાં પણ કામ કરવું છે અર્જુન કપૂરને

04 April, 2019 10:58 AM IST |

ઇન્ટેન્સ લવ સ્ટોરીમાં પણ કામ કરવું છે અર્જુન કપૂરને

અર્જૂન કપૂર (ફાઈલ ફોટો)

અર્જૂન કપૂર (ફાઈલ ફોટો)


અજુર્ન કપૂરની ઇચ્છા છે કે તે ઇન્ટેન્સ રોલ કરે. તેને હવે ઠગ, ગૅન્ગસ્ટર અને એક પિતાની ભૂમિકા પણ કરવી છે. અજુર્ને ૨૦૧૨માં ‘ઇશકઝાદે’થી બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. પોતાને કયા-કયા રોલ્સ ભજવવા છે એ વિશે અજુર્ને કહ્યું હતું કે ‘મારે આ પ્રકારનો રોલ કરવો છે એમ કહેવું મારા મારે ખૂબ જ અઘરું છે, કારણ કે મારે હજી ઘણુંબધું કરવાનું બાકી છે. મારા માટે હજી આ એક શરૂઆત છે. મને ખબર છે કે હું થોડાં વર્ષથી બૉલીવુડમાં કામ કરી રહ્યો છું. હજી સુધી મને કોઈ ચોરી-લંૂટફાટવાળી ફિલ્મ ઑફર નથી થઈ જેમાં હું ઠગની ભૂમિકા ભજવી શકું. મારે સારી ગૅન્ગસ્ટર પર આધારિત ફિલ્મ પણ કરવી છે. મારે પિતાની ભૂમિકા પણ ભજવવી છે. મારી ઉંમરની એકદમ ઇન્ટેન્સ લવ સ્ટોરીમાં મારે કામ કરવું છે. હું ૩૩ વર્ષનો છું એથી મારે થોડી વધુ ઇન્ટેન્સ સ્ટોરીમાં કામ કરવું છે.’

હિન્દી સિનેમામાં કન્ટેન્ટને લઈને જે પરિવર્તન આવ્યું છે એ અદ્ભુત છે એ સંદર્ભે અજુર્ને કહ્યું હતું કે ‘આ એક એવી વસ્તુ છે જેની કોઈ સીમા નથી. કલાકારો પાસે હાલમાં જે કન્ટેન્ટ આવે છે એ ખૂબ જ અવર્ણનીય છે. એક કલાકાર તરીકે હું નવી વસ્તુઓ સાંભળવા માટે અને એના પર કામ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2019 10:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK