‘ભૂત પોલીસ’ના શૂટિંગ માટે રાજસ્થાન ગયેલા અર્જુન કપૂરને જેસલમેરને એક્સપ્લોર કરવું છે. તે પહેલી વખત રાજસ્થાન ગયો છે, એથી જેસલમેરને પૂરી રીતે જોવા માગે છે. એ વિશે અર્જુન કપૂરે કહ્યું કે ‘આ પહેલી વખત છે કે હું જેસલમેરમાં શૂટિંગ કરી રહ્યો છું. એક ઍક્ટર હોવાને કારણે અલગ-અલગ સ્થાનોએ ફરવા અને ત્યાંની સંસ્કૃતિને નજીકથી નિહાળવાની તક મળે છે. એ બાબતમાં હું લકી છું કે મને મારા દેશને એક્સપ્લોર કરવા અને એના ઉમળકાને વધાવવા મળે છે.’
રાજસ્થાનના લોકોના પ્રેમ વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘મારા દિલમાં રાજસ્થાન ખાસ સ્થાન ધરાવે છે. એ અદ્ભુત છે. હું જ્યારે પણ પર્સનલ કે પ્રોફેશનલ કામ માટે રાજસ્થાન ગયો છું ત્યારે ત્યાંના લોકો તરફથી મને અપાર પ્રેમ મળ્યો છે. એ વાતમાં કોઈ શંકા નથી કે અહીંનું ફૂડ ખૂબ સ્વાદિષ્ટ છે. એથી હું ત્યાંના ભોજનનો આસ્વાદ માણવા માટે ખૂબ આતુર છું.’ કિલ્લાઓના વૈભવી સ્થાપત્ય કળાનો અનુભવ નજીકથી નિહાળવા વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ભૂત પોલીસ’ મજેદાર ઍક્ટર્સનો જમાવડો છે. અમારું એકબીજા સાથે ખૂબ સારું બૉન્ડિંગ થઈ ગયું છે. એથી મને પૂરી ખાતરી છે કે જેસલમેરનું શેડ્યુલ મજેદાર રહેશે. હું જેસલમેર અને એના કિલ્લાઓને એક્સપ્લોર કરવા માગું છું. મને આ શહેરમાં ઘણો સમય વિતાવવાની તક મળશે. મને લાગે છે કે આ શહેર અને એના લોકો સાથે મારી ખૂબ અવર્ણનીય યાદો બનવાની છે.’
કન્નડ ઍક્ટ્રેસ જયશ્રી રમૈયાએ કર્યું સુસાઇડ
26th January, 2021 16:35 ISTકદી ન કર્યું હોય એવું કામ કરવામાં માને છે સ્વરા ભાસ્કર
26th January, 2021 16:32 ISTટીઝરને મળેલા રિસ્પૉન્સથી ખુશ હોવાની સાથે નર્વસ પણ છું: પરિણીતી ચોપડા
26th January, 2021 16:29 ISTદર્શકોનો પ્રેમ મારા માટે ફિક્સ ડિપોઝિટ છે: પંકજ ત્રિપાઠી
26th January, 2021 16:28 IST