Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોલીવુડના ચાહકો માટે અર્જુન કપૂરે રજૂ કર્યું ખાસ પ્લેટફોર્મ

બોલીવુડના ચાહકો માટે અર્જુન કપૂરે રજૂ કર્યું ખાસ પ્લેટફોર્મ

17 August, 2019 11:43 AM IST | મુંબઈ ડેસ્ક

બોલીવુડના ચાહકો માટે અર્જુન કપૂરે રજૂ કર્યું ખાસ પ્લેટફોર્મ

અર્જુન કપૂર

અર્જુન કપૂર


અર્જુન કપૂર 'અર્જુન રેકમેન્ડ્સ' નામની એક ડિજિટલ પ્રૉપર્ટી લઇને આવ્યો છે. અર્જુન કપૂર કહે છે કે તે એક સિનેમાપ્રેમી બનીને મોટો થયો છે અને સારી વસ્તુઓ જોવાની ઇચ્છા હજી પણ તેનામાં છે.

અભિનેતા અર્જુન કપૂર 'અર્જુન રેકમેન્ડ્સ' નામની એક ડિજિટલ પ્રૉપર્ટિ લઇને આવ્યો છે તે એક સિનેમાપ્રેમી તરીકે મોટો થયો છે અને તેને સારા વિષયવસ્તુ જોવાની ઇચ્છા થતી. આ ડિજિટલ પ્રૉપર્ટીને શરૂ કરવા માટે અર્જુન કપૂર પોતાના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે અને તેને આશા છે કે આ ટેલીવિઝન, ઓટીટી અને સિનેમા પર સારી વિષયસામગ્રીને શોધવામાં મદદ કરશે.




અર્જુને કહ્યું કે, "હું એક સિનેમાપ્રેમી બનીને મોટો થયો છું અને કંઇક નવું અને હટકે જોવા, જાણવા અને મનોરંજન માટે સારી સ્ટોરીની મને હંમેશાં શોધ રહેતી હોય છે અને મેં હંમેશાં મારા મિત્રો અને પરિવારને આ ભલામણ પણ કરી છે કે જેમને મારો પ્રસ્તાવ ગમ્યો. આ આઇડિયા મને તેમની પ્રતિક્રિયાઓથી જ આવ્યો."


 
 
 
View this post on Instagram

Rakhi day !!! #inthepinkofhealth #famjam @sonamkapoor @anandahuja @rheakapoor @anshulakapoor @mohitmarwah @antara_m

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onAug 15, 2019 at 3:32am PDT

અર્જુને એ પણ કહ્યું કે તે સોશિયલ મીડિયા પર તેના ફોલોવર્સને પોતાનો પરિવાર જ માને છે. અર્જુને આગળ કહ્યું કે, "હું એક ડિજિટલ પ્રૉપર્ટીની શરૂઆત કરવા માગતો હતો જેની મદદથી હું તેમની સાથે વધુ જોડાઇ શકું અને તેમની સાથે મારી સલાહ શૅર કરી શકું."

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

અભિનેતાએ આ પણ કહ્યું કે તેને આશા છે કે વિશ્વભરમાંથી લોકો તેને પણ સારા કોન્ટેન્ટની સલાહ આપશે. જેને જોઈને તે પ્રેરિત થઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 11:43 AM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK