'કબીર સિંહ' બાબતે અર્જુન કપૂરે કર્યો મોટો ખુલાસો, કહી આ વાત

Updated: Sep 29, 2019, 22:10 IST | મુંબઈ ડેસ્ક

પરિસ્થિતિ એવી બની કે તે ફિલ્મ ન કરી શક્યો. સાઉથની ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિન્દી રિમેકે બૉક્સ ઑફિસ પર 275 કરોડથી પણ વધુ કમાણી કરી છે.

અર્જુન કપૂર
અર્જુન કપૂર

સાઉથની ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિન્દી રિમેક 'કબિર સિંહ' એ બૉક્સ ઑફિસ પર 275 કરોડથી પણ વધુ કમાણી કરી છે. મહત્વનું છે કે આ ફિલ્મમાં શાહિદ કપુરે શાનદાર એક્ટિંગ કરી હતી અને ચારેય તરફથી તેના વખાણ થઇ રહ્યા છે. ત્યારે શાહિદ કપુરની પહેલી એવી ફિલ્મ છે કે જેણે 200થી વધુ કમાણી કરી હોય. ત્યારે આ ફિલ્મને લઇને બોલીવુડ સ્ટાર અર્જુન કપુરે પણ એક નિવેદન આપતા તમામ લોકો ચોકી ઉટ્યા છે.

ઇન્ડિયા ટુડે પ્રમાણે અર્જુન કપૂરે એક ઇવેન્ટમાં જણાવ્યું કે જ્યારે પ્રૉડ્યુસર્સે આ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા, તો તેના મગજમાં લીડ રોલ માટે તે જ હતો. પણ ફિલ્મ નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા આ રોલ માટે પહેલાથી જ શાહિદ કપૂરને લેવાની વાત કરી ચૂક્યા હતા. અર્જુન કપૂરે કહ્યું કે, "આ મામલો સ્ટેજ સુધી પહોચ્યો જ નહીં, જ્યાં હું પસંદગી કરું કે નકારું. જ્યારે અશ્વિન (વર્દે) અને મુરાદ (ખેતાની) જેમણે મુબારકા બનાવી છે. તેમણે ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા તો તેમના મગજમાં મારો જ વિચાર હતો. પણ ફિલ્મમાં નિર્દેશર સંદીપ રેડ્ડી વાંગા શાહિદ કપૂરને મળી ચૂક્યા હતા. તે પહેલાથી જ ફિલ્મ જોઇ ચૂક્યા હતા. તેથી તેમણે શાહિદ કપુર સાથે ફિલ્મ કરવાનો નિર્ણય લીધો. "

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

ઉલ્લેખનીય છે કે અર્જૂન કપૂર હાલ પાનીપતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે અર્જૂને ટકલુ પણ કરાવ્યું હતું, જેને કારણે છેલ્લા 9 મહિનાથી તે કેપ લગાવીને ફરી રહ્યા છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર પોતાની કરિયરના સૌથી અઘરા રોલમાં જોવા મળશે. પાનીપતમાં અર્જુન કપૂર વૉરિયરના રોલમાં દેખાશે. ત્યારે તેના તમામ ચાહકો આ ફિલ્મને લઇને આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK