સેલ્ફી લેવા માટે ઘેલા થયેલા ચાહકથી અર્જુન કપૂરે મલાઈકાને આ રીતે બચાવી

મુંબઈ ડેસ્ક | Aug 13, 2019, 18:29 IST

અર્જુન કપૂર મલાઇકા અરોરા ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ મેલબર્નમાં ભાગ લઈને પાછાં આવી રહ્યા હતા. મુંબઇ એરપોર્ટ પર આ બન્ને સાથે ફોટો લેવા માટે ફેન્સ ટોળે વળ્યા હતા.

સેલ્ફી લેવા માટે ઘેલા થયેલા ચાહકથી અર્જુન કપૂરે મલાઈકાને આ રીતે બચાવી
મલાઇકા અરોરા સાથે અર્જુન કપૂર

ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર અને ફિલ્મ અભિનેત્રી મલાઇકા અરોરાનો રોમાન્સ હાલ ચરમસીમાએ છે. બન્નેએ આ વાતની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા પર પણ કરી હતી. અર્જુન કપૂર મલાઇકા અરોરા ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ મેલબર્નમાં ભાગ લઈને પાછાં આવી રહ્યા હતા. મુંબઇ એરપોર્ટ પર આ બન્ને સાથે ફોટો લેવા માટે ફેન્સ ટોળે વળ્યા હતા.

મલાઇકા અરોરા સાથે ફોટો પડાવવા માટે લોકોની ભીડ વધારે હતી. અર્જુન કપૂરે સારા બૉયફ્રેન્ડ તરીકે તરત જ મોરચો સંભાળ્યો અને મલાઇકા અરોરાના પ્રૉટેક્ટિવ બૉયફ્રેન્ડ બનીને ત્યાંથી બચાવીને લઈ ગયા.

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા એરપોર્ટ પર ખૂબ જ સુંદર દેખાતા હતા. બન્ને ત્યાર બાદ પોતાની કાર તરફ આગળ વધ્યા.

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે તાજેતરમાં જ પોતાના સંબંધોનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો. બન્ને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે તેવી ચર્ચા થઈ રહી છે. મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા છે. હાલમાં જ પોતાના જીવનમાં બીજી વાર પ્રેમ કરવા બાબતે પૂછવા પર મલાઇકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતમાં મહિલાઓને બીજી વાર પ્રેમ કરવા પર ટેબૂ માનવામાં આવે છે.

મલાઇકા અરોરાએ જણાવ્યું કે, "ભારતમાં બીજીવાર પ્રેમ કરવો ટેબૂ સમાન છે કારણ કે કેટલીય વાર પરિસ્થિતિઓ જુદી જુદી હોય છે. જેનાથી લડવું પડે છે, પણ હું માનું છું કે આ બધાં વિષયો પર ઓપન માઇન્ડેડ થઈને વિચાર કરીને આગળ વધવું જોઈએ."

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

45 વર્ષની મલાઇકા અરોરાએ આ પહેલા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. મલાઇકાને અરબાઝ ખાનથી 16 વર્ષનો દીકરો અરહાન પણ છે, પરંતુ હવે બન્નેએ ડિવોર્સ લઈ લીધા છે એ બન્નેના રસ્તા જુદા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK