દુઆ લિપા અને જેસન દેરુલો સાથે મળીને કોરોના વાઇરસ માટે ફન્ડ ભેગું કરશે અર્જુન કપૂર

Published: May 29, 2020, 19:34 IST | Harsh Desai | Mumbai

આ ફન્ડ દ્વારા ભેગા થયેલા પૈસાને ગ્લોબલ ગિફ્ટ ફાઉન્ડેશન, દુબઈ કૅર્સ, મેડિસિન્સ સેન્સ ફ્રન્ટિયર્સમાં આપવામાં આવશે

ગ્લોબલ આર્ટિસ્ટ દુઆ લિપા, જેસન દેરુલો, માલુમા, નિકી જેમ અને બેકી જી જેવા આર્ટિસ્ટ સાથે મળીને અર્જુન કપૂર દુનિયાભરના કોરોના વાઇરસથી પીડાતા લોકો માટે ફન્ડ ભેગું કરવા જઈ રહ્યો છે. આજે  આ ઇવેન્ટને ઘણા ઑનલાઇન પ્લૅટફૉર્મ પર લાઇવ કરવામાં આવશે જેને ઓ.એચ.એમ. લાઇવ નામ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટને હ્યુમૅનિટી દ્વારા હ્યુમૅનિટી માટે ઑર્ગેનાઇઝ કરવામાં આવી છે. આ વિશે અર્જુન કપૂરનું કહેવું છે કે ‘કોરોના વાઇરસને કારણે પીડિત લોકો માટે દરેક વ્યક્તિએ તેમનાથી શક્ય હોય એટલું કામ કરવું જોઈએ. આ બીમારી દુનિયાભરમાં ફેલાઈ છે. આ બીમારીથી જે પણ મનુષ્યએ જીવ ગુમાવ્યો છે અને જે આ બીમારીની લપેટમાં આવ્યા છે એ ખૂબ જ દુઃખદ છે. દુનિયાના દરેક ખૂણામાં રહેલા લોકો આજે જાણી ગયા છે કે આપણે બધા એકબીજા સાથે કનેક્ટેડ છીએ. મારા માટે આ ગર્વની વાત છે કે હું આ પ્લૅટફૉર્મ પર દુનિયાભરની પર્સનાલિટી સાથે મળીને ફન્ડ ભેગું કરવામાં મદદ કરીશ.’

આ ફન્ડ દ્વારા ભેગા થયેલા પૈસાને ગ્લોબલ ગિફ્ટ ફાઉન્ડેશન, દુબઈ કૅર્સ, મેડિસિન્સ સેન્સ ફ્રન્ટિયર્સમાં આપવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK