કરીના કપુર અને તૈમુરના ફોટો પર અભદ્ર કમેન્ટ કરનારને અર્જુન કપુરે ઝાટકી નાખ્યો

Published: Mar 25, 2020, 21:10 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતા હંમેશા ટ્રોલ્સનો વળતો અને યોગ્ય જવાબ આપે જ છે

અભિનેતા અર્જુન કપુર
અભિનેતા અર્જુન કપુર

અભિનેતા અર્જુન કપુરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારથી પગ મુક્યો છે ત્યારથી તે ટ્રોલનો સામનો કરે છે અને યોગ્ય સમયે વળતા જવાબ પણ આપે છે. વ્યવસાયિક નિષ્ફળતાનો મુદો હોય કે વધારે વજનનો દર વખતે તેણે ટ્રોલ્સનો સામનો કર્યો છે. પરંતુ જરૂરર પડે ત્યારે બિભત્સ અને અયોગ્ય ટિપ્પણીઓનો  વળતો જવાબ પણ આપ્યો છે. તાજેતરમાં જ એવો બનાવ બન્યો છે કે તેણે અભદ્ર કમેન્ટ કરનારને વળતો જવાબ આપીને સબક શીખવાડયો હોય.

કરીના કપુર ખાને તાજેતરમાં તૈમુર અલી સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેમા કરીનાએ તૈમુરને 'રીઅલ નવાબ' કહ્યો હત. ત્યારે એક જણે કમેન્ટમાં એવો પ્રશ્ન પુછ્યો હતો કે, 'એક હિન્દુ બાકને મુસ્લિમ બનાવવાનું શું તેને સારું લાગશે કે?' તેની કમેન્ટને વખોડી નાખતા અર્જુન કપુરે કહ્યું હતું કે, 'હિન્દુ હોય કે મુસ્લિમ શું ફરક પડે છે. આ વાતથી તેને, તેના પરિવારને કે પછી તેને ઓળખતા લોકોને ફરક નથી પડતો તો પછી તું કોણ છે હિન્દુ-મુસ્લિમ કરવા વાળો?'

અર્જુન કપુરની કમેન્ટને 3,000 કરતા વધુ લોકોએ લાઈક કરી હતી અને તેની વાત સાથે સહમત છે તેવી કમેન્ટસ પણ કરી હતી.Screen Shot of comment posted by Arjun Kapoor

કરીના અને તૈમુરનો આ ફોટો છે જેના વિષે ચર્ચા થઈ રહી હતી.

 
 
 
View this post on Instagram

The only one I will ever allow to steal my frame... 🎈🎈🎈❤️❤️❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) onMar 6, 2020 at 10:36pm PST

શું તમે પણ અર્જુનની વાત સાથે સહમત છો?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK