મલાઈકા સાથે વેકેશન પર છે અર્જુન કપૂર, લખ્યું,'બેઈમાન હૈ આજ મૌસમ'

Published: Sep 03, 2019, 18:01 IST | મુંબઈ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના વેકેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાયા છે. અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા બંને પોતાન ાઈન્સટાગ્રામ પર ફોટોઝ શૅર કરી રહ્યા છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના વેકેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાયા છે. અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા બંને પોતાન ાઈન્સટાગ્રામ પર ફોટોઝ શૅર કરી રહ્યા છે. તાજેતરમાં જ અર્જુન કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેકેશનનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં લખ્યું છે,'બેઈમાન હૈ આજ મોસમ'

આ ઉપરાંત અર્જૂન કપૂરે બીજો પણ એક ફોટો શૅર કર્યો છે. જેમાં અર્જૂન કપૂર એક કૂલ પોઝ આપતા દેખાઈ રહ્યા છે. પીચ હૂડી અને બ્લેક સનગ્લાસિસમાં અર્જૂન કપૂર હેન્ડસમ લાગી રહ્યા છે. આ ફોટોમાં અર્જૂન કપૂર સિવાય એક છોકરીનો હાથ પણ દેખાઈ રહ્યો છે. જેને લઈને ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Tremendously Technicolor Tuesday !!!

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onSep 2, 2019 at 10:45pm PDT

અર્જુન કપૂરના આ ફોટો પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે આ હાથ અર્જૂન કપૂરની લેડી લવ મલાઈકા અરોરાનો છે. કેટલાક દિવસ પહેલા મલાઈકા અરોરાએ પોતાનો એક ફોટો શૅર કર્યો હતો. ત્યારે અર્જૂન કપૂરના અંકલ સંજય કપૂરે તેમને ઈન હાઉસ ફોટોગ્રાફર કહીને ચીડવ્યા હતા.

arjun kapoor instagram

ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરાએ કેટલાક દિવસો પહેલા માલદીવના વેકેશનના ફોટોઝ શૅર કરીને પોતાના રિલેશનને ઓફિશિયલ કરી દીધા હતા. ત્યારથી બંને ઘણીવાર સાથે દેખાય છે. આ કપલની કેમેસ્ટ્રી જબરજસ્ત છે. અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા બોલીવુડના સૌથી ચર્ચિત કપલમાંના એક છે.

આ પણ વાંચોઃ Mazel Vyas:વડોદરાની આ છોકરી બોલીવુડના ધૂરંધરોને આપી રહી છે ટેલેન્ટનો પરચો

વર્ક ફ્રંટની વાત કરીએ તો અર્જૂન કપૂર હાલ પાનીપતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે અર્જૂને ટકલુ પણ કરાવ્યું હતું, જેને કારણે છેલ્લા 9 મહિનાથી તે કેપ લગાવીને ફરી રહ્યા છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર પોતાની કરિયરના સૌથી અઘરા રોલમાં દેખાવાના છે. પાનીપતમાં અર્જુન કપૂર વૉરિયરના રોલમાં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK