Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અર્જૂન કપૂરે મલાઈકા સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ તસવીરો

અર્જૂન કપૂરે મલાઈકા સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ તસવીરો

26 June, 2019 06:38 PM IST |

અર્જૂન કપૂરે મલાઈકા સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ તસવીરો

મલાઇકા અને અર્જુન કપૂર (ફાઇલ ફોટો)

મલાઇકા અને અર્જુન કપૂર (ફાઇલ ફોટો)


અર્જુન કપૂર પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા મલાઇકા અરોરા સાથે સીક્રેટ ડેસ્ટિનેશન પર ગયો છે. પણ તેની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો મલાઇકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો જોઇને અંદાજો લગાવી શકાય છે કે બન્ને પાર્ટી કેવી રીતે કરી રહ્યા છે.

કહેવાય છે કે આ તસવીરો ન્યૂયોર્કની છે. આમાંથી એક તસવીરમાં બાથટબ દેખાય છે. તો બીજી તસવીરમાં સલાડ અને પેસ્ટ્રી દેખાય છે. તો ત્રણ તસવીરો આઉટિંગની છે. આમાં મલાઇકા લાલ ટ્રેક સૂટ અને અર્જુને બ્લેક ટીશર્ટ અને જીન્સ પહેરી છે.




મલાઇકા અને અર્જુન કપૂરને આ પહેલા દુબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે બન્ને પોતાના રિલેશનશિપને લઇને ખૂબ જ સિરિયસ છે. લગ્નની ચર્ચા પણ છે. પણ બન્નેએ આ બાબતે કોઇ જ ખુલાસો કર્યો નથી.


Pestry

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા અર્જુન કપૂરે મલાઈકા સાથેના પોતાના સંબંધોને લઈને પોતાની વાત સામે રાખી હતી. અર્જુને કહ્યું હતું કે હું મલાઈકા સાથે સહજતા અનુભવું છું અને મીડિયા એ વાતને સમજે છે. મીડિયાનું વલણ ક્યારેય મને અને મલાઈકાને લઈને ખરાબ નથી રહ્યું. ન તો ક્યારેય કોઈ ખોટી વાત લખવામાં આવી. આજ કારણે ઈંડિયાઝ મોસ્ટ વૉન્ટેડના સ્ક્રીનિંગના અવસરે અમે એવી રીતે સામે આવ્યા. કારણ કે મીડિયાએ અમને માન આપ્યું. જણાવીએ કે અર્જુનની ફિલ્મ ઈંડિયાઝ મોસ્ટ વૉન્ટેડના સ્ક્રીનિંગમાં પણ મલાઈકા અને અર્જુન સાથે દેખાયા હતા. બંને એકબીજા સાથે ઘણા સહજ હતા.

Bathtub

અર્જુને કહ્યું કે અમે કાંઈ ખોટું નથી કરતા અને અમે હંમેશા મીડિયાની સામે આવીએ છે. મીડિયાએ આ વાતને સમજ્યું અને અમને પુરી સ્પેસ આપી.

આ પણ વાંચો : આ ક્રિકેટરના ફેન છે ધર્મેન્દ્ર, વર્લ્ડ કપ વિશે કહ્યું કંઈક આવું...

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાના સંબંધોમાં આવેલી ખટાશના કારણે ચર્ચામાં હતા. બંનેએ પોતાના સંબંધોને ખતમ કરીને છૂટાછેડા લીધા હતા. અરબાઝ જ્યાં પોતાની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એંડ્રિયાનીને લઈને સમાચારોમાં હતા જ્યારે મલાઈકા અર્જુન કપૂર સાથે સંબંધોને લઈને સતત ચર્ચામાં રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 06:38 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK