Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કુમકુમ ભાગ્યનો પૂરબ નાગિન 5માં સ્પેશ્યલ રોલમાં

કુમકુમ ભાગ્યનો પૂરબ નાગિન 5માં સ્પેશ્યલ રોલમાં

06 January, 2021 07:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુમકુમ ભાગ્યનો પૂરબ નાગિન 5માં સ્પેશ્યલ રોલમાં

અર્જિત તનેજા

અર્જિત તનેજા


‘નાગિન’ ટેલિવિઝનનો મલ્ટિ-સ્ટારર શો છે એટલે કે જાણીતા અઢળક કલાકારો એક જ શોમાં સાથે જોવા મળે છે. હાલમાં ‘નાગિન’ની પાંચમી સીઝન ચાલુ છે જેમાં સુરભિ ચંદ્રા, શરદ મલ્હોત્રા અને મોહિત સહેગલ મુખ્ય કલાકારો છે. આ સુપરનૅચરલ થ્રિલરમાં નવા ચહેરાની એન્ટ્રી થતી રહે છે અને એમાં લેટેસ્ટ નામ અર્જિત તનેજાનું ઉમેરાયું છે. અર્જિત તનેજા ‘કુમકુમ ભાગ્ય’ સિરિયલમાં પૂરબ તરીકે લોકપ્રિય થયો છે. ‘નાગિન 5’માં અર્જિતનો ટૂંકો રોલ હશે, પણ તે વાર્તામાં નવો વળાંક લાવશે. અર્જિતનું કહેવું છે કે ‘નાગિનમાં મારો કેમિયો છે, પણ હું આ રોલને મોટો બ્રેક માનું છું, કેમ કે પહેલી વખત હું એક સુપરનૅચરલ શોમાં કામ કરીશ. હા, ડેઇલી સોપ કરતાં ફૅન્ટસી શોની શૂટિંગ-ટેક્નિક બહુ અલગ હોય છે એટલે મને ઘણું શીખવા મળશે. આ પહેલાં હું ક્યારેય શોની વચ્ચેથી નથી જોડાયો અને નવા અનુભવ માટે હું આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2021 07:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK