અરહાન ખાને 'બિગ બૉસ 13'માંથી બેઘર થયા બાદ માગી રશ્મિના ઘરની ચાવી

Published: Jan 04, 2020, 20:21 IST | Mumbai Desk

પ્રૉડક્શન ટીમમાંથી રશ્મિ દેસાઇના ઘરની ચાવી વિશે પૂછ્યું. પણ પ્રૉડક્શન ટીમે અરહાન ખાનની આ માગને નકારી દીધી.

રશ્મિ દેસાઇ (Rashami Desai) અને અરહાન ખાન (Arhaan Khan) વચ્ચે બિગ બૉસ 13માં થયેલ ડ્રામા લાગે છે હજી પૂરો થયો નથી. ચર્ચાઓ પ્રમાણે, અરહાન ખાને બિગ બૉસ 13ની પ્રૉડક્શન ટીમ પાસેથી ઘરમાંથી બેઘર થયા પછી રશ્મિ દેસાઈને ઘરની ચાવી વિશે પૂછ્યું છે. અરહાન ખાન ગયા અઠવાડિયે જ બિગબૉસના ઘરમાંથી બેઘર થયો છે. પિન્કવિલાની ખબર પ્રમાણે, ઘરમાંથી બેઘર થયા પછી તરત બાદ તેમણે પ્રૉડક્શન ટીમમાંથી રશ્મિ દેસાઇના ઘરની ચાવી વિશે પૂછ્યું. પણ પ્રૉડક્શન ટીમે અરહાન ખાનની આ માગને નકારી દીધી.

ચર્ચાઓ પ્રમાણે, બિગ બૉસ 13ના પ્રૉડક્શન ટીમે જ્યારે અરહાન ખાન (Arhaan Khan)ની આ વાત નહીં માને, તો તેણે ગુસ્સામાં પોતાનો પગ પછાડ્યો અને કહ્યું કે તેની માટે એક હોટલમાં એક રૂમ બુક કરી દે કારણકે તેણે આગલા દિવસે શહેરમાંથી બહાર જવાનું છે. બિગ બૉસના ગયા એપિસોડમાં જોવામાં આવ્યું હતું કે શૉના હોસ્ટ સલમાન ખાને(Salman Khan) આ ખુલાસો કર્યો હતો કે અરહાન ખાનના કેટલાક સંબંધીઓ રશ્મિ દેસાઇ (Rashami Desai)ની ગેરહાજરીમાં તેના ઘરે રહ્યા છે. પણ અરહાન ખાને આ આરોપોને નકારી દીધા હતા.

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

જણાવીએ કે બિગ બૉસ 13ના ઘરમાં અરહાન ખાન (Arhaan Khan)ને લઈને મોટા-મોટા ખુલાસા થયા છે. સલમાન ખાને પોતે કહ્યું હતું કે અરહાનનો બાળક પણ છે. સલમાન ખાનની આ વાત પર રશ્મિ દેસાઇ (Rashami Desai) ખૂબ જ ચોંકી ગઈ હતી અને અરહાન ખાને આ વાત છુપાવવા માટે નારાજ પણ થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK