‘તમે હજી કામ વગરના જ રહેશો ને?’ આ સામે અભિષેક બચ્ચને કહ્યું આ...

Published: Oct 01, 2020, 17:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સિનેમા હોલ્સ 50 ટકા ક્ષમતાએ શરૂ કરી શકાશે. આ સમાચારમાં અભિષેક બચ્ચને રિએક્શન આપતા ટ્વીટ કર્યું કે, આ અઠવાડિયાનાં આ સૌથી સારા સમાચાર છે.

તસવીર સૌજન્યઃ અભિષેક બચ્ચનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ અભિષેક બચ્ચનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

અનલોક 5.0ની ગાઈડલાઈન ગઈ કાલે જાહેર થઈ હતી. આ નવી ગાઈડલાઈન મુજબ સિનેમા હોલ્સ 50 ટકા ક્ષમતાએ શરૂ કરી શકાશે. આ સમાચારમાં અભિષેક બચ્ચને રિએક્શન આપતા ટ્વીટ કર્યું કે, આ અઠવાડિયાના આ સૌથી સારા સમાચાર છે.

અભિષેકની આ ટ્વીટ બાદ ઘણા લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. એક યુઝરે તો કહ્યું કે, અનલોક 5 અંતર્ગત ભલે સિનેમા હોલ શરૂ કરવાની પરવાનગી મળી છે પરંતુ તમે હજી કામ વગરના જ રહેશો ને?.

અભિષેક બચ્ચને સા સામે ટ્વીટ કર્યું કે, આ તમારા (ઓડિયન્સ)ના હાથમાં છે. જો તમને અમારુ કામ ન ગમે તો અમને કામ નહીં મળે. આથી અમે અમારૂ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરીએ છીએ અને આગળ સારુ થાય એવી આશા અને પ્રાર્થના કરીએ છીએ.

અન્ય એક યુઝરે અભિષેક બચ્ચનને પૂછ્યું કે દ્રોના પછી પણ તેને ફિલ્મો કઈ રીતે મળતી હતી, જેની સામે અભિનેતાએ જવાબ આપ્યો કે, મને ફિલ્મ નહોતી મળતી. અમૂક ફિલ્મમાંથી મને ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. પણ હું આશા રાખુ છુ અને પ્રયત્ન કરીને મારા ધ્યેયને પ્રાપ્ત કરવાનો ઈરાદો રાખું છું. તમારે રોજ સવારે ઉઠીને સૂર્ય નીચે તમારા સ્થાન માટે લડત તો આપવી જ પડે. જીવનમાં કંઈ પણ સરળતાથી મળતુ નથી.

અભિષેક બચ્ચનના આ જવાબ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK