Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીદેવી બંગ્લોથી ડેબ્યુ કરશે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા

શ્રીદેવી બંગ્લોથી ડેબ્યુ કરશે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા

19 August, 2019 12:59 PM IST | મુંબઈ

શ્રીદેવી બંગ્લોથી ડેબ્યુ કરશે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા

અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્દ્રીયાની

અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્દ્રીયાની


બોલીવુડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની ટૂંક સમયમાં જ બોલીવુડની ફિલ્મમાં દેખાશે. જ્યોર્જિયા એન્ડ્રિયાની 'શ્રીદેવી બંગ્લો'થી ડેબ્યુ કરી રહી છે. શ્રીદેવી બંગ્લો એ જ ફિલ્મ છે, જેના નામને લઈ ખૂબ વિવાદ સર્જાયો હતો. અને શ્રીદેવીના પરિવારે આ ફિલ્મ સામે આપત્તિ વ્યક્ત કરી હતી. તો આ ફિલ્મમાં પ્રિયા પ્રકાશ વૉરિયર લીડ રોલમાં દેખાશે, જે પોતાના આંખ મારવાના વીડિયોથી ચર્ચામાં આવી હતી.




આ ફિલ્મમાં અરબાઝ ખાન પણ ગેસ્ટ અપિરિયન્સમાં બોલીવુડ એક્ટરના રોલમાં દેખાશે. ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2016માં બંને અલગ થઈ ગયા. અને 2017માં તેમના સત્તાવાર ડિવોર્સ થયા હતા. ત્યારથી જ અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાની એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંને સાથે એક ફિલ્મમાં દેખાશે.

ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સુપરસ્ટાર શ્રીદેવીના જીવન પર આધારિત નથી. સાથે જ આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણું રહસ્ય છે. આ ફિલ્મને લઈને મેકર્સ પણ વારંવાર સ્પષ્ટતા કરી ચૂક્યા છે. કે તેનો શ્રીદેવી સાથે કોઈ સંબંધ નથી. ફક્ત મુખ્ય પાત્રનું નામ શ્રીદેવી હોવાને કારણે તે શ્રીદેવી સાથે જોડાઈ છે.


 
 
 
View this post on Instagram

Summer time ? #summer #sunny #me #love #longhair #loveyouzindagi

A post shared by Giorgia Andriani (@giorgia.andriani22) onAug 5, 2019 at 11:25pm PDT

ફિલ્મના નામને કારણે જ શ્રી દેવીના પરિવારે આપત્તિ દર્શાવી હતી. ખાસ કરીને બોની કપૂરે દાવો કર્યો હતો કે ફિલ્મના મેકર્સ તેમની પત્નીના દુઃખદ મોત પરથી પૈસા કમાવા ઈચ્છે છે, અને તેમણે ટાઈટલ ચેન્જ કરવા માટે નોટિસ પણ ફટકારી હતી. જો કે મેકર્સે નોટિસનો જવાબ આપતા કહ્યું હતું ફિલ્મનું ટાઈટલ અને શ્રીદેવીને કોઈ સંબંધ નથી.

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 12:59 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK