અપૂર્વ લાખિયા કરે છે એકસાથે પાંચ-પાંચ વેબ-સિરીઝ પર કામ

Updated: Jan 22, 2020, 13:27 IST | rashmin shah | Mumbai Desk

‘શૂટ આઉટ ઍટ લોખંડવાલા’ અને ‘મિશન ઇસ્તંબુલ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટરનું માનવું છે કે હવે ડિજિટલ કન્ટેન્ટ જ ચાલશે

ડિરેક્ટર અને પ્રોડ્યુસર અપૂર્વ લાખિયાનું ધ્યાન અત્યારે માત્ર અને માત્ર વેબ સિરીઝ પર છે. અપૂર્વ એકસાથે પાંચ-પાંચ વેબ સિરીઝ પર કામ કરે છે, જેમાં એકતા કપૂર માટે બે વેબ સિરીઝ તો વૂટ માટે એક, એમેઝોન પ્રાઇમ માટે એક અને ઝીફાઇવ માટે એક વેબ સિરીઝનો સમાવેશ થાય છે. અપૂર્વની પહેલી વેબ સિરીઝ બાલાજી ટેલિફિલ્મ્સના ડિજિટલ પ્લેટફોર્મ પર દોઢ મહિનામાં રીલિઝ પણ થશે. અપૂર્વએ ફિલ્મો તરફ ધ્યાન આપવાનું બિલકુલ છોડી દીધું છે અને તેણે માત્ર અને માત્ર વેબ સિરીઝ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

અપૂર્વએ છેલ્લે બનાવેલી ફિલ્મ ‘હસીના પારકર’ બોકસ ઓફિસ પર ફ્લોપ રહી હતી પણ એની પાછળનું કારણ એ ફિલ્મનું ઘણું કોન્ટેન્ટ કાપવામાં આવ્યું હતું. અપૂર્વ હવે ઈચ્છે છે કે આ જ સબ્જેક્ટને તે હવે વેબ સિરીઝમાં લઈ આવે. દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના રાઇટ્સ અપૂર્વ પાસે હોવાથી તેણે આ સબ્જેક્ટ નેટફ્લિક્સને આપ્યો છે.
અપૂર્વની વેબ સિરીઝના બધા સબ્જેક્ટ અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા છે.

અપૂર્વ લાખિયાની વેબ-સિરીઝ રફ્તારમાં સાકિબ સાલેમ
વૂટ પ્લૅટફૉર્મ માટે બની રહેલી આ થ્રિલર સિરીઝમાં ‘રંગબાઝ’ ફેમ સાકિબ સાલેમ લીડ રોલમાં જોવા મળશે

થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા ડિરેક્ટર અપૂર્વ લાખિયા ‘વૂટ’ પ્લૅટફૉર્મ માટે એક સ્પાય-થ્રિલર સિરીઝ લઈને આવી રહ્યા છે. તેમણે શૂટઆઉટ ઍટ લોખંડવાલા, ઝંજીર, મિશન ઇસ્તંબૂલ, હસીના પારકર જેવી ક્રાઇમ-થ્રિલર ફિલ્મો બનાવી છે.
‘રફ્તાર’ નામની આ વેબ-સિરીઝમાં અભિનેતા સાકિબ સાલેમ લીડ રોલમાં જોવા મળશે. સાકિબે ઝીફાઇવના વેબ-શો ‘રંગબાઝ’થી ડિજિટલ ડેબ્યુ કર્યું હતું જેમાં તેના પર્ફોર્મન્સનાં વખાણ થયાં હતાં. તે ‘મુઝ સે ફ્રેન્ડશિપ કરોગે’, ‘બૉમ્બે ટૉકીઝ’, ‘ઢિશૂમ’, ‘રેસ ૩’, ‘દિલ જંગલી’, ‘મેરે ડૅડ કી મારુતિ’ જેવી હિન્દી ફિલ્મો પણ કરી ચૂક્યો છે. આ ઉપરાંત ૧૯૮૩ના વર્લ્ડકપમાં ભારતની ઐતિહાસિક જીત પર આવનારી ફિલ્મ ‘૮૩’માં સાકિબ મોહિન્દર અમરનાથનું પાત્ર ભજવતો જોવા મળશે. તો ‘ટાઇમ ટુ ડાન્સ’ નામની અન્ય એક ફિલ્મમાં પણ તે જોવા મળશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK