Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 14: સલમાન ખાન સિવાય આ સેલેબ્સ પણ શૉને કરી ચૂક્યા છે હોસ્ટ

Bigg Boss 14: સલમાન ખાન સિવાય આ સેલેબ્સ પણ શૉને કરી ચૂક્યા છે હોસ્ટ

03 October, 2020 08:00 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss 14: સલમાન ખાન સિવાય આ સેલેબ્સ પણ શૉને કરી ચૂક્યા છે હોસ્ટ

સલમાન ખાન

સલમાન ખાન


બિગ-બૉસ 14મી સીઝનની શરૂઆત કાલથી થવાની છે. આ રિયાલિટી શૉને દુનિયાનો સૌથી મોટી રિયાલિટી શૉ માનવામાં આવે છે. આ શૉ સખત ચર્ચા અને વિવાદથી ભરેલો છે. તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બિગ-બૉસની થીમ ઘણી અલગ જોવા મળશે. કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે બિગ-બૉસમાં બધા કન્ટેસ્ટન્ટની સાવચેતી રાખવામાં આવશે. તમે જાણો જ છો કે દર વર્ષે આ શૉને સલમાન ખાન જ હોસ્ટ કરે છે, પણ શું તમે જાણો છો સલમાન ખાન સિવાય આ સ્ટાર્સ પણ બિગ-બૉસ શૉને હોસ્ટ કરી ચૂક્યા છે. આ રહ્યા એમના નામ...

Salman Khan: બૉલીવુડના દબંગ સલમાન ખાન આ શૉના હોસ્ટ તરીકે શૉના ચોથી સીઝનથી જોડાયેલા છે, જે 2010માં પ્રસારિત થયો હતો. ત્યારથી તેઓ આ શૉના મહત્વનો ભાગ છે. છઠ્ઠી સીઝનથી લઈને 13 મી સીઝન સુધી સલમાન એકલા હાથે 'બિગ બૉસ' હોસ્ટ કરી રહ્યા છે. હવે દર્શકોની જ નહીં પરંતુ મેકર્સની પહેલી અને છેલ્લી પસંદ પણ સલમાન ખાન જ છે.



Arshad Warsi- બિગ-બૉસની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી અને પહેલી સીઝનના હોસ્ટ હતા બૉલીવુડ એક્ટર અર્શદ વારસી. પહેલી સીઝન દરેક માટે નવી હતી, તેથી તે સીઝન ઘણી ચર્ચામાં હતી. તેમ જ અર્શદ વારસીએ હોસ્ટ તરીકેની પોતાની જવાબદારી સારી રીતે સંભાળી અને એના માટે તેમણે મેકર્સ પાસેથી પાસેથી સારી રકમ વસૂલ કરી હતી.


Shilpa Shetty- વર્ષ 2008માં બિગ-બૉસની બીજી સીઝન આવી. બીજી સીઝન માટે, નિર્માતાઓ શિલ્પા શેટ્ટી પર દાવ રમતા હતા. ત્યા સુધી શિલ્પા 'બિગ બ્રધર' જીતીને ઘણી ચર્ચામાં રહી ચૂકી હતી. શિલ્પા શેટ્ટીની લોકપ્રિયતા જોઈને 'બિગ બૉસ' ના નિર્માતાઓએ બીજી સીઝનની હોસ્ટિંગની જવાબદારી પણ શિલ્પા શેટ્ટીને આપી હતી.

આ પણ જુઓ : Bigg Boss 14: આ છે અત્યાર સુધીના બિગ-બૉસના વિનર્સ, જુઓ તસવીરમાં એમની એક ઝલક


Amitabh Bachchan- આ સાચી વાત છે. જી હાં બિગ-બી પણ આ શૉને હોસ્ટ કરી ચૂક્યા છે. વર્ષ 2009માં બિગ-બૉસની ત્રીજી સીઝન ટેલિકાસ્ટ થઈ હતી, જેના હોસ્ટ અમિતાભ બચ્ચન હતા. આ સીઝનની ટીઆરપી પણ ઘણી સારી રહી હતી.

Farah Khan- જોકે બધી સીઝન સિવાય વર્ષ 2015માં સ્પિન ઑફ આવ્યું, જેને ફારાહ ખાને હોસ્ટ કર્યું. આ સીઝનના પહેલા ભાગમાં જ્યારે સલમાન ખાન નજર આવ્યા હતા, તેમ જ બાદના ભાગને કોરિયોગ્રાફર, ડાયરેક્ટર ફારાહ ખાને હોસ્ટ કર્યું હતું. આ સીઝન 21 સપ્ટેમ્બર 2014 ના રોજ શરૂ થઈ હતી. 3 જાન્યુઆરી 2015 સુધી સલમાન ખાન આ શૉ હોસ્ટ કરતા રહ્યા જ્યારે એના બાદ 31 જાન્યુઆરી 2015 સુધી ફારાહ ખાને આ શૉ હોસ્ટ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2020 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK