Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વેબ-સિરીઝ સ્ટાર ડસ્ટમાં સુપરસ્ટારના રોલમાં જોવા મળશે અપારશક્તિ ખુરાના

વેબ-સિરીઝ સ્ટાર ડસ્ટમાં સુપરસ્ટારના રોલમાં જોવા મળશે અપારશક્તિ ખુરાના

15 January, 2021 05:58 PM IST | Mumbai
Agencies

વેબ-સિરીઝ સ્ટાર ડસ્ટમાં સુપરસ્ટારના રોલમાં જોવા મળશે અપારશક્તિ ખુરાના

વેબ-સિરીઝ સ્ટાર ડસ્ટમાં સુપરસ્ટારના રોલમાં જોવા મળશે અપારશક્તિ ખુરાના


અપારશક્તિ ખુરાના તેના ડિજિટલ ડેબ્યુ વેબ-સિરીઝ ‘સ્ટાર ડસ્ટ’માં સુપરસ્ટારના રોલમાં જોવા મળશે. આ સિરીઝમાં 1947થી 1989 સુધીના ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સમયને દેખાડવામાં આવશે. સાથે જ બે સુપરસ્ટાર્સના વિવાદ પર પણ પ્રકાશ પાડવામાં આવશે. આ શોનું શૂટિંગ માર્ચ અથવા તો એપ્રિલમાં શરૂ કરવામાં આવશે. સિરીઝ વિશે અપારશક્તિએ કહ્યું હતું કે ‘વેબ-સિરીઝ ‘સ્ટાર ડસ્ટ’ મારા દિલની ખૂબ નજીક છે. આના દ્વારા હું ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છું. આ એક પિરિયડ ડ્રામા સિરીઝ છે. એમાં બૉલીવુડના સુપરસ્ટારનું પાત્ર ભજવવાની તક મળતાં હું ખૂબ ખુશ છું. સાથે જ એના દ્વારા મને વિક્રમાદિત્ય મોટવાણી અને લેજન્ડરી પ્રોસેનજિત ચૅટરજી સાથે કામ કરવાનો પણ ચાન્સ મળ્યો છે જે દરેક ઍક્ટરનું સપનુ હોય છે. કામ દરમ્યાન જે નવું શીખવા મળશે અને જે મજા આવશે એને લઈને હું ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2021 05:58 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK