સોની ટીવીના શો ‘ઇન્ડિયાવાલી માં’માં ગુજરાતી રંગભૂમિ, ટીવી અને ફિલ્મોનાં દિગ્ગજ અભિનેત્રી અપરા મહેતાની એન્ટ્રી થવાની છે. ‘ઇન્ડિયાવાલી માં’ની વાર્તા મુખ્યત્વે માતા અને પુત્ર એટલે કે કાકુ અને રોહન આસપાસ ફરે છે. ‘કાકુ’નો મુખ્ય રોલ સુચિતા ત્રિવેદી ભજવી રહ્યા છે જ્યારે તેમના પુત્ર રોહન તરીકે અક્ષય મ્હાત્રે છે. આ ઉપરાંત, નિતીશ પાંડે, શીન દાસ, શ્રેય મિત્તલ વગેરે પણ શોમાં મહત્વની ભૂમિકામાં છે. હવે આવનારા એપિસોડમાં દિગ્ગજ કલાકાર અપરા મહેતા પણ જોવા મળશે. તેઓ અમુક એપિસોડ માટે સિરિયલનો ભાગ બને તેવી શક્યતા છે. અપરા મહેતાને લોકો હજુ પણ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની સવિતા તરીકે ઓળખે છે. તેમણે ‘સાત ફેરે’, ‘સજન રે ઝૂઠ મત બોલો’, ‘ઇક મહલ હો સપનોં કા’, ‘હમારી સાસ લીલા’ જેવી અઢળક સિરિયલો કરી છે અને ‘ઇન્ડિયાવાલી માં’માં તેમનો રોલ શું હશે તે જોવું રસપ્રદ હશે.
લગ્ન બંધનમાં બધાશે નોબિતા-શિઝૂકા, ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ
20th January, 2021 19:39 ISTકંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 IST