તો થ્રી ઇડિયટ્સમાં કરીના કપૂરને બદલે અનુષ્કા શર્મા હિરોઇન તરીકે જોવા મળી હોત!

Published: 6th April, 2020 16:21 IST | Ashu Patel | Mumbai

જોકે અનુષ્કા સૌપ્રથમ રાજકુમાર હીરાણીની લગે રહો મુન્નાભાઈ ફિલ્મમાં જોવા મળી હતી!

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માની કરીઅરની શરૂઆત બહુ સંઘર્ષ વિના થઈ હતી અને તેને યશરાજ ફિલ્મ્સ જેવા મોટા બૅનરની ત્રણ ફિલ્મનો કૉન્ટ્રૅક્ટ કરીઅરની મળી ગયો હતો. જોકે તેણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.

અનુષ્કા શર્માએ ‘થ્રી ઇડિયટ્સ’’માં હિરોઇન બનવા માટે ઑડિશન આપ્યું હતું પણ રાજકુમાર હીરાણીએ તેને રિજેક્ટ કરી હતી. હીરાણી ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ માટે નવી હિરોઇન શોધી રહ્યા હતા. એ વખતે તેમણે સંખ્યાબંધ યુવતીઓનાં ઑડિશન લીધાં હતાં. એમાં એક અનુષ્કા પણ હતી. તેમણે બસોથી વધુ યુવતીઓનાં ઑડિશન લીધા પછી કોઈ નવી યુવતીને હિરોઇન તરીકે લૉન્ચ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો અને કોઈ નવોદિત હિરોઇનને બદલે ટોચની હિરોઇન કરીના કપૂરને સાઇન કરી હતી.

એ પછી અનુષ્કાને યશરાજ ફિલ્મ્સ દ્વારા ત્રણ ફિલ્મ્સ માટે સાઇન કરાઈ હતી. મજાની વાત એ છે કે આદિત્ય ચોપડાને અનુષ્કા હિરોઇન બની શકે એટલી સુંદર લાગી નહોતી. આદિત્ય ચોપડાએ અનુષ્કા શર્માને પહેલી વખત યશરાજ ફિલ્મ્સમાં ઑડિશન વખતે જોઈ ત્યારે તેમણે તેને કહ્યું હતું કે તારામાં એક્સ્ટ્રા ઑર્ડિનરી કશું નથી. જોકે તેમણે તેને કહ્યું હતું કે તું કોઈ હિરોઇન જેવી સુંદર નથી પરંતુ તારામાં ટૅલન્ટ છે.

બાય ધ વે, અનુષ્કા પહેલી વખત સ્ક્રીન પર ‘રબ ને બના દી જોડી’ ફિલ્મથી નહોતી આવી. રાજકુમાર હીરાણીએ ‘થ્રી ઇડિયટ્સ’ માટે અનુષ્કાને રિજેક્ટ કરી હતી, પરંતુ અનુષ્કા સૌપ્રથમ તેમની ફિલ્મમાં જ દેખાઈ હતી. યસ, અનુષ્કા ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મમાં એક સીનમાં દેખાઈ હતી! જોકે તેણે એ ફિલ્મમાં અભિનય નહોતો કર્યો, પરંતુ એક સીન એવો હતો કે મુન્નાભાઈનો રોલ કરતો સંજય દત્ત ગુસ્સે થઈને રોડ પર ચાલતો જઈ રહ્યો છે અને એક વિશાળ પોસ્ટર પાસેથી પસાર થાય છે અને પોસ્ટર અનુષ્કા શર્માનું હતું. એ સમય દરમિયાન અનુષ્કા મૉડલ બની ચૂકી હતી અને તેણે કોઈ કંપની માટે મૉડલિંગ કર્યું હતું એ ઍડનું પોસ્ટર લગાવેલું હતું અને એની પાસેથી સંજય દત્તને પસાર થતો દર્શાવાયો હતો. રાજકુમાર હીરાણીની કાબેલ નજરમાંથી એ બહાર નહીં જ ગયું હોય.

રાજકુમાર હીરાણીએ ‘pk’ ફિલ્મ માટે અનુષ્કાને આમિર ખાન સામે હિરોઇન તરીકે સાઇન કરી એ પછી અનુષ્કાએ આ વાત કહી હતી કે અગાઉ હીરાણી મને ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ માટે રિજેક્ટ કરી ચૂક્યા છે!

અનુષ્કા વિશે આવી બીજી ઘણી રસપ્રદ વાતો છે ફરી ક્યારેક કરીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK