અનુષ્કા શર્મા આવતા વર્ષે મેમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તે ઍક્ટરની સાથે પ્રોડ્યુસર પણ છે, પરંતુ તેનો પહેલો પ્રેમ ઍક્ટિંગ હોવાથી તે મૃત્યુ સુધી એ કરવા માગે છે. અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી સાથે દુબઈમાં હતી, પરંતુ તે હવે મુંબઈ આવી ગઈ છે. તેણે ઍડ માટે શૂટિંગ પણ કર્યું હતું. તે પ્રેગ્નન્ટ છે અને બહુ જલદી એટલે કે જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે. અનુષ્કા હાલમાં બૅક-ટુ-બૅક બાયો બબલમાં તેના સ્ટાફ સાથે એન્ડૉર્સમેન્ટનું શૂટિંગ કરી રહી છે. આ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘સેટ પર આવીને કામ કરવું તેમ જ મારી સંપૂર્ણ ટીમને મળવું ખૂબ જ અદ્ભુત છે. સેટ પર આવીને ફરી શૂટિંગ કરવાનું મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. આ વર્ષ અમારી ઇન્ડસ્ટ્રી માટે ખરાબ રહ્યું છે, પરંતુ એ ધીરે-ધીરે એ જ એનર્જી અને પૅશન સાથે ચાલુ થઈ રહી હોવાની ખુશી છે.’
પ્રેગ્નન્ટ હોવાથી તે શૂટિંગ કરવા પહેલાં ખૂબ જ સચેત રહે છે. સેટ પર સંપૂર્ણ સેફ્ટી અને તેની દરેક ટીમની કોરોના ટેસ્ટ બાદ જ તે સેટ પર આવવાનું પસંદ કરે છે. તેમ જ અનુષ્કા જ્યાં સુધી શૂટિંગ પૂરું ન કરે ત્યાં સુધી તેની ટીમ ક્વૉરન્ટીન રહે છે અને તેઓ કોઈને મળતા નથી. આ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘હું એ વાતની ખૂબ જ કાળજી રાખી રહી છું કે સેટ શૂટિંગ માટે એકદમ સેફ હોય. હું ફરી શૂટિંગ કરવા માટે આતુર છું, પરંતુ કોવિડ-19 સામે બધાં પગલાં લેવામાં આવે એ હું સતત ચેક કરું છું. મારા શૂટિંગ માટે દરેક વ્યક્તિ ખૂબ જ કાળજી લઈ રહી છે એ માટે હું તેમની આભારી છું. વાઇરસ હાલમાં જવાનો નથી અને આપણે એ ન્યુ નૉર્મલમાં રહેવું રહ્યું. આપણે સખત સાવચેતી રાખવી પડશે અને એ જ હું રાખી રહી છું.’
જાન્યુઆરીમાં બેબીને જન્મ આપ્યા બાદ તે મેમાં ફિલ્મનું શૂટિંગ કરશે. આ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘સેટ પર રહેવાથી મને ખૂબ જ ખુશી મળે છે અને હું આગામી થોડા દિવસ શૂટિંગ કરતી રહીશ. હું મારા પહેલા બાળકને જન્મ આપ્યા બાદ શૂટિંગ કરીશ. મારા બાળક, મારા ઘર અને મારી પ્રોફેશનલ લાઇફને કેવી રીતે બૅલૅન્સ કરવી એ સિસ્ટમનું હું સેટઅપ કરું ત્યાર બાદ હું સેટ પર પાછી ફરીશ. હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી કામ કરવા માગું છું, કારણ કે ઍક્ટિંગથી જ મને ખુશી મળે છે.’
ફૉરએવરવાલી લવ-સ્ટોરી
24th January, 2021 14:45 ISTવરુણ-નતાશાનાં લગ્નના વેન્યુમાં મોબાઇલ પર બૅન
24th January, 2021 14:42 ISTસ્ક્રીન પર કેટલા સમય આવો છો એ મહત્ત્વનું નથી, લોકો પર કેટલી અસર છોડો છો એ જરૂરી છે
24th January, 2021 14:39 ISTD કંપનીમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી: રામગોપાલ વર્મા
24th January, 2021 14:37 IST