અનુષ્કા શર્મા નેટફ્લિક્સ માટે માઇ પ્રોડ્યુસ કરશે

Published: May 18, 2020, 20:26 IST | Nirali Dave | Ahmedabad

અભિનેત્રી સાક્ષી તનવર ‘માઇ’ના લીડ રોલમાં જોવા મળશે

સાક્ષી તન્વર
સાક્ષી તન્વર

અનુષ્કા શર્માની ગણના હવે ઓટીટી પ્લૅટફૉર્મની પાવરફુલ પ્રોડ્યુસર તરીકે થાય તો નવાઈ નહીં લાગે કેમ કે તે એક પછી એક રસપ્રદ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. હજી ઍમેઝૉન પ્રાઇમ પર ૧૫ મેએ રિલીઝ થયેલી તેની ક્રાઇમ-થ્રિલર ‘પાતાલ લોક’ની ચારેકોર પ્રશંસા થઈ રહી છે ત્યાં જ અનુષ્કાએ પોતાના પ્રોડક્શન-હાઉસ ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ હેઠળ બીજી વેબ-સિરીઝ પર કામ શરૂ કરી નાખ્યું છે. ‘માઇ’ નામની આ ક્રાઇમ-થ્રિલર સિરીઝ ડિજિટલ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ માટે બનવાની છે જેનું નિર્દેશન અતુલ મોંગિયા સંભાળશે.

આ સિરીઝનું પ્રોડક્શન અને શૂટિંગ તો લૉકડાઉન ખૂલ્યા બાદ જ શરૂ થશે, પણ એ દરમ્યાન અનુષ્કાએ પોતાની આ સિરીઝમાં કોણ મુખ્ય કલાકારો હશે એ ફાઇનલ કરી નાખ્યું છે. ‘કહાની ઘર ઘર કી’, ‘બડે અચ્છે લગતે હૈં’ વગેરે ટીવી-સિરિયલ ઉપરાંત ‘દંગલ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સાક્ષી તનવર ‘માઇ’ના રોલમાં જોવા મળશે. આ સિરીઝમાં એક મધ્યમવર્ગીય મહિલાની વાત છે જે અકસ્માતે એક માફિયાનું મર્ડર કરી નાખે છે અને ધીરે-ધીરે ક્રિમિનલ દુનિયાનો ભાગ બનવાને લીધે પાવર અને હિંસા તેના પર હાવી થઈ જાય છે. સાક્ષી માટે આ રોલ અત્યાર સુધીનો સૌથી પડકારજનક રોલ હશે. સાક્ષી ઉપરાંત ‘પરિણીતા’, ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ જેવી હિન્દી ફિલ્મો ઉપરાંત અનેક બંગાળી ફિલ્મોની અભિનેત્રી રાઇમા સેન પણ આ વેબ-સિરીઝમાં મહત્ત્વનું પાત્ર ભજવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK