બુલબુલમાં બંગાળી ગીતના બોલને લઈને ટ્રોલ થઈ અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માએ તેની વેબ-ફિલ્મ ‘બુલબુલ’માં બંગાળી ગીતનો ઉપયોગ કર્યો હોવાથી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી. આ સૉન્ગનું નામ છે ‘કલંકિની રાધા...’ આ ગીતના બોલને લઈને ઘણો વિવાદ થયો છે. લોકોનું માનવું છે કે ગીતમાં રાધાને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. હિન્દુની ભાવનાઓને ઠેસ પહોંચે એવા ગીતનો સમાવેશ ફિલ્મમાં કરવામાં આવ્યો હોવાથી સોશ્યલ મીડિયા પર અનુષ્કાને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ સાથે જ નેટફ્લિક્સનો પણ બૉયકૉટ કરવામાં આવે એવો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર ચાલી રહ્યો છે. આ ગીતના એક બોલમાં ભગવાન કૃષ્ણને ‘ક્રિષ્ણ હરામઝાદા’ કહેવામાં આવી રહ્યા હોવાથી પણ એનો વિરોધ થઈ રહ્યો છે.