અનુષ્કા શર્માએ શૅર કરી વિરાટ સાથે દિવાળી પૂજા અને ઉજવણીની તસવીરો

Published: Oct 28, 2019, 17:30 IST | મુંબઈ ડેસ્ક

અનુષ્કાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોતાના ઘરનું ડેકોરેશન, વિધિ-વિધાન અને દિવાળી પૂજાની તસવીરો શૅર કરી છે. આ બધી જ તસવીરો ખૂબ જ સુંદર છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ખૂબ જ ગ્લેમરસ આઉટફિટમાં દિવાળી સેલિબ્રેટ કરી છે. ગઈ કાલે દિવાળીની રાતે આ કપલ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પણ પહોંચ્યું હતું. જો કે, આ સિવાય પણ આ કપલે દિવાળી ખૂબ જ શાનદાર રીતે સેલિબ્રેટ કરી છે. અનુષ્કાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોતાના ઘરનું ડેકોરેશન, વિધિ-વિધાન અને દિવાળી પૂજાની તસવીરો શૅર કરી છે. આ બધી જ તસવીરો ખૂબ જ સુંદર છે.

પૂજા દરમિયાન અનુષ્કાએ પીળા કલરનો ડ્રેસ પહેર્યો હતો, તો વિરાટે પણ સામાન્ય એવો ગોલ્ડન કુર્તો અને બ્લેક પેન્ટ પહેરી હતી. અનુષ્કા શર્મા પૂજા દરમિયાન માથા પર દુપટ્ટો ઓઢીને બેઠેલી જોવા મળે છે. તો વિરાટ કોહલીના માથા પર પણ એક રુમાલ દેખાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onOct 27, 2019 at 11:04am PDT

આ તસવીરોમાં વિરાટ અને અનુષ્કાના ઘરનો શણગાર પણ જોવા મળે છે. અહીં ઘણાં બધાં દીવા, રંગોળી અને ફુલોની માળાઓની સજાવટ પણ દેખાય છે. લગ્ન પછી અનુષ્કાની વિરાટ કોહલી સાથે બીજી દિવાળી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ડિસેમ્બર, 2017માં લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ગયા વર્ષે શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

અનુષ્કા અને વિરાટની આ તસવીરો થઈ વાયરલ
અનુષ્કા શર્માએ વિરાટ સાથે દિવાળીની અન્ય કેટલીક તસવીરો પણ શૅર કરી છે. આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં બન્ને રોમેન્ટિક અને મસ્તીના મૂડમાં દેખાય છે. અનુષ્કાએ દરમિયાન સબ્યાસાચીનું ડિઝાઇનર આઉટફીટ પહેર્યું છે. વિરાટે વાઇટ જોધપુરી ટાઇપનું સૂટ પહેર્યું છે તો અનુષ્કા શર્માએ આ ખાસ અવસરે કલરફુલ લહેંગો પહેર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK