અનુષ્કાએ એરપોર્ટ પહોંચીને વિરાટને આ રીતે આપ્યું સર્પ્રાઇઝ, વીડિયો વાયરલ

Published: Nov 25, 2019, 12:46 IST | Mumbai Desk

મેચ સાથે જોડાયેલા બધાં કામ કર્યા બાદ વિરાટ કોહલી મુંબઇ પાછો આવી ગયો છે, જ્યાં અનુષ્કા શર્માએ તેને સર્પ્રાઇઝ આપ્યું છે.

રવિવારની રાત સુધી ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી કોલકાતામાં હતા. અહીં તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો, જેને ભારતે સવા બે દિવસમાં જ પોતાને નામે કરી લીધી. પહેલી વાર ગુલાબી બૉલથી રમવામાં આવેલી 

ટેસ્ટ મેચમાં ભારતને એક ઇનિંગ અને 46 રનથી જીત મળી. મેચ સાથે જોડાયેલા બધાં કામ કર્યા બાદ વિરાટ કોહલી મુંબઇ પાછો આવી ગયો છે, જ્યાં અનુષ્કા શર્માએ તેને સર્પ્રાઇઝ આપ્યું છે.

વિરાટ કોહલીને પત્ની અનુષ્કા શર્માએ મુંબઇ એરપોર્ટ પર પિક કર્યું. એરપોર્ટ પર ઉભેલી પોતાની કારમાં જેવો વિરાટ કોહલી દાખલ થયો કે તરત જ અનુષ્કા શર્માએ તેને ગળે મળીને તેને ભેટી પડી. મુંબઇ એરપોર્ટ પર બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પહેલાથી જ પતિની રાહ જોઇ રહી હતી ત્યાં જ વિરાટને જોઇેન તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને વિરાટને ભેટી પડી. તેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

 
 
 
View this post on Instagram

#viratkohli big surprise ❤❤❤❤

A post shared by Viral Bhayani (@viralbhayani) onNov 24, 2019 at 8:18pm PST

જણાવીએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તાજેતરમાં જ ભૂતાનમાં રજાઓ ઉજવવા ગયા હતા. ફિલ્મી જગતથી દૂર અનુષ્કા શર્મા કેટલીક જાહેરાતોમાં દેખાય છે. સફળ અભિનેત્રી તરીકે જાણીતી અનુષ્કા શર્મા હાલ ફિલ્મો પર ફોકસ કરી રહી છે. એવામાં તેની પાસે સમય જ સમય છે. તો વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે રમવામાં આવેલી ટી20 સીરીઝમાંથી આરામ લીધો હતો અને પોતાનો કિંમતી સમય પત્ની અનુષ્કા સાથે પસાર કર્યો.

આ પણ વાંચો : Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

નોંધનીય છે કે આવતી 11 ડિસેમ્બરે બન્ને પોતાની બીજી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવાના છે. ચોંકાવનારી વાત એ છે કે તે જ દિવસે ભારત અને વેસ્ટઇન્ડિંઝ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર છેલ્લી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમવામાં આવશે. એવામાં જો વિરાટ કોહલી તે મેચનો ભાગ હશે તો પત્ની અનુષ્કા શર્મા મેચ જોવા માટે મુંબઇના સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને પતિ વિરાટ કોહલીને મોટિવેટ કરવા જરૂર જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK