Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બ્રસેલ્સમાં ફૅન્સની ઈચ્છા પૂરી કરી અનુષ્કા શર્માએ

બ્રસેલ્સમાં ફૅન્સની ઈચ્છા પૂરી કરી અનુષ્કા શર્માએ

26 June, 2019 11:32 AM IST |

બ્રસેલ્સમાં ફૅન્સની ઈચ્છા પૂરી કરી અનુષ્કા શર્માએ

બ્રેસેલ્સમાં અનુષ્કા મળી તેની ફેનને

બ્રેસેલ્સમાં અનુષ્કા મળી તેની ફેનને


અનુષ્કા શર્માએ બ્રસેલ્સમાં તેના ફૅન્સને મળીને તેમની ઈચ્છા પૂરી કરી છે. ભારતીય યુવતીઓ બ્રસેલ્સ ફરવા ગઈ હતી. તેમણે અનુષ્કાને સોશ્યલ મીડિયા પર ફૉલો કરી હતી. લંડનથી અનુષ્કા જ્યારે બ્રસેલ્સ પહોંચી તો આ યુવતીઓએ તેને ટ્રૅક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના ફેવરિટ સ્ટારને મળવા માટે તેમણે તેના શૂટિંગ લોકેશનની ખાસ્સી પૂછપરછ કરી હતી.

ઘણા કલાકોની મહેનત બાદ આખરે તેમને અનુષ્કાનું લોકેશન મળી ગયું હતું અને તેઓ ખૂબ ખુશ પણ થઈ હતી. તેમણે અનુષ્કાની ટીમને વિનંતી કરી હતી કે તેમની મુલાકાત કરાવવામાં આવે. તેઓ એ જાણીને ખુશ થઈ હતી કે અનુષ્કા પોતે પણ તેમને મળવા માટે ઉત્સાહિત છે.



આ પણ વાંચો: રણવીર સિંહને અન્ડરડૉગ સ્ટોરીઝ પસંદ છે


અનુષ્કાએ પણ તેની ટીમને કહ્યું હતું કે એ યુવતીઓને મળવા માટે પરવાનગી આપવામાં આવે. તેમણે સાથે ફોટોઝ ક્લિક કર્યા હતા. આ છોકરીઓ માટે અનુષ્કાને મળવાનો અનુભવ સારો રહ્યો હતો. આ મુલાકાતને તેઓ હંમેશાં યાદ રાખશે. તેમણે અનુષ્કાને બેલ્જિયન ચૉકલેટ્સની ગિફ્ટ આપી હતી. તેમની આ ગિફ્ટ તેને પણ સ્પર્શી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 11:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK