વિરાટને ઇર્રિટેટ કરવાનું ખૂબ ગમે છે અનુષ્કાને

Published: Aug 05, 2020, 17:56 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

વિરાટને કોઈ પણ વસ્તુમાં હારવું ગમતું નથી

અનુષ્કા શર્માનું કહેવું છે કે મારા હસબન્ડ ઇન્ડિયન ક્રિકેટ કૅપ્ટન વિરાટ કોહલીને ઇર્રિટેટ કરવાનું મને બહુ ગમે છે. અનુષ્કાએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે સવાલ-જવાબનું સેશન કર્યું હતું. એક ચાહકે પૂછ્યું હતું કે તું વિરાટને ઇર્રિટેટ કરવા માટે શું કરે છે? અનુષ્કાએ એનો જવાબ આપ્યો હતો કે ‘હું તેને કોઈ પણ બોર્ડ ગેમમાં હરાવી દઉં અને પછી એ વિશે કંઈ પણ કહું તો તે ઇર્રિટેટ થઈ જાય છે. તેને કોઈ પણ વસ્તુમાં હારવું ગમતું નથી.’

હેલ્ધી રિલેશનશિપ વિશે પૂછતાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘ભરોસો. પ્રેમ એ એકબીજાનો સ્વીકાર છે, સારી રિલેશનશિપ એ કમિટમેન્ટ છે. સારા અને ખરાબ સમયમાં હંમેશાં સાથે રહેવાનું પ્રૉમિસ, કારણ કે આ સમય દરમ્યાન જ મનુષ્ય પોતાનો વિકાસ કરી શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK