ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ ‘મટરુ કી બિજલી કા મન્ડોલા’માં અનુષ્કા શર્મા અને ઇમરાન ખાનની જોડી કામ કરી રહી છે. આ ફિલ્મના પ્રોમો હાલમાં ટેલિવિઝન પર આવી રહ્યા છે. આ પ્રોમોમાં દેખાડવામાં આવતા ગુલાબી રંગના સાંઢે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ સાંઢને મળી રહેલા મહત્વને કારણે ફિલ્મની હિરોઇન અનુષ્કા બહુ અપસેટ છે.
આ સાંઢ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘આ ફિલ્મના પ્રોમોમાં ગુલાબી સાંઢને બહુ મહત્વ આપવામાં આવ્યું હોવાથી અનુષ્કા બહુ અપસેટ છે. તેને લાગે છે કે તેને બદલે આ સાંઢને વધુ લાઇમલાઇટ મળી રહી છે અને તેણે આ વાતની ડિરેક્ટરને ફરિયાદ પણ કરી છે.’
આ વિશે વાત કરતાં અનુષ્કાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘દરેક વ્યક્તિ આ સાંઢની ચર્ચા કરી રહી છે અને એ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. લાગે છે કે હવે આ સાંઢ બૉલીવુડનો નેક્સ્ટ આઇટમ-બૉય હશે.’
પિતા બન્યા પછી વિરાટે સોશિયલ મીડિયા પર બાયોમાં કર્યો ફેરફાર, જાણો અહીં
18th January, 2021 18:50 ISTસગીર બાળકીનો ગેરકાયદે ગર્ભપાત કરનાર બોરીવલીની ગાયનેકોલોજિસ્ટની ધરપકડ
18th January, 2021 10:24 ISTધર્મેન્દ્ર સૌથી વધુ ફ્લર્ટ કરતા હતા
15th January, 2021 08:50 ISTવિરુષ્કાની દીકરીનાં ફેક ફોટો થઈ રહ્યા છે વાઇરલ
14th January, 2021 14:27 IST