અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ શૅર કર્યો વીડિયો, જણાવી આ વાત

Published: Mar 20, 2020, 14:50 IST | Mumbai Desk

કોરોના વાયરસના પ્રભાવને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ એટલે કે રવિવારે 'જનતા કર્ફ્યૂ'ની અપીલ કરી છે.

અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી
અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી

દેશમાં કોરોના વાયરસને લઈને સુરક્ષિતતાના અનેક પગલાં લેવાઇ રહ્યા છે. દરેક વ્યક્તિના આ વાયરસના ભયમાં જીવે છે. તેને લઇને સામાન્યથી લઈને ખાસ દરેક વ્યક્તિ પોતાની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે. કોરોના વાયરસના પ્રભાવને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ એટલે કે રવિવારે 'જનતા કર્ફ્યૂ'ની અપીલ કરી છે.

તેમણે જનતાને કહ્યું કે આ દિવસે બધાં ઘરમાં રહે. દરમિયાન અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બન્નેએ કહ્યું કે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બન્ને કોરોના વાયરસને લઈને ચાહકોને મેસેજ આપતાં દેખાય છે. કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે અનુષ્કા અને વિરાટે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે, "કોરોનાના આતંકને કારણે આપણે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. એવામાં આપણે ઘરમાં જ રહેવું જોઇએ. અને પોતાને સુરક્ષિત રાખવા જોઇએ."

 
 
 
View this post on Instagram

Stay Home. Stay Safe. Stay Healthy. 🙏🏻

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onMar 19, 2020 at 9:29pm PDT

આ વીડિયો શૅર કરવાની સાથે જ બન્નેએ કૅપ્શનમાં લખ્યું છે કે, "ઘરમાં રહો, સુરક્ષિત રહો. સ્વસ્થ રહો." બન્ને સ્ટાર્સે સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે કે તે પોતાના ચાહકોને આ મેસેજ સાથે અવેર કરી શકે. બન્નેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અનુષ્કા-વિરાટ સિવાય મહાનાયક અમિતાભ બચ્ચન અને સંજય દત્તે પણ ટ્વીટ કરી લોકો સુધી પોતાની વાત પહોંચાડી છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરી લખ્યું, "હું જનતા કર્ફ્યૂનો સમર્થન કરું છું જે 22 માર્ચના સવારે સાત વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી છે. હું તે દેશવાસીઓના પણ ખૂબ જ વખાણ કરું છું જે આ વિપરીત પરિસ્થિતિમાં પણ થાક્યા વગર કામ કરી રહ્યા છે...સંગઠિત રહો, સુરક્ષિત રહો, સાવધાની રાખો."

બિગબી સિવાય સંજય દત્ત, શબાના આઝમી, મહેશ ભટ્ટ અને કાર્તિક આર્યનના પણ 'જનતા કર્ફ્યૂ'ની અપીલ પર રિએક્શન આવી ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK