Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોલીસની સલામતી માટે દસ લાખ રૂપિયા ડોનેટ કર્યાં અનુષ્કા શર્મા-વિરાટે

પોલીસની સલામતી માટે દસ લાખ રૂપિયા ડોનેટ કર્યાં અનુષ્કા શર્મા-વિરાટે

10 May, 2020 08:24 PM IST | Mumbai Desk
Agencies

પોલીસની સલામતી માટે દસ લાખ રૂપિયા ડોનેટ કર્યાં અનુષ્કા શર્મા-વિરાટે

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા


કોરોના વાઇરસ સામે સૌની રક્ષા માટે ખડે‍ પગે ઊભા રહેતા પોલીસ માટે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ દસ લાખ રૂપિયા ડોનેટ કર્યાં છે. તેમણે બન્નેએ પાંચ-પાંચ લાખ રૂપિયા મુંબઈ પોલીસ ફંડમાં ડોનેટ કર્યાં છે. આ અગાઉ પણ તેમણે પીએમ-કૅર્સમાં અને મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં ડોનેટ કર્યું હતું. જોકે કેટલી રકમ આપી એનો ખુલાસો નહોતો કર્યો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ કરેલી મદદ માટે તેમનો આભાર વ્યક્ત કરતાં ટ્વિટર પર મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વેલ્ફેર ઑફ મુંબઈ પોલીસ પર્સનલમાં પાંચ-પાંચ લાખ રૂપિયા આપ્યા એ માટે આભાર. તમારું યોગદાન કોરોના વાઇરસ સામે લડત આપતા ફ્રન્ટલાઇન વર્કર્સની સલામતી માટે મદદ કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2020 08:24 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK