Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > વડોદરાની અનુષ્કા લુહાર ALTબાલાજીની આગામી વેબ-સિરીઝમાં

વડોદરાની અનુષ્કા લુહાર ALTબાલાજીની આગામી વેબ-સિરીઝમાં

05 November, 2019 02:39 PM IST | Ahmedabad

વડોદરાની અનુષ્કા લુહાર ALTબાલાજીની આગામી વેબ-સિરીઝમાં

અનુષ્કા લુહાર

અનુષ્કા લુહાર


અલ્ટ બાલાજી ‘કહને કો હમસફર હૈ’, ‘દિલ હી તો હૈ’, ‘કર લે તૂ ભી મોહબ્બત’, ‘બ્રોકન બટ બ્યુટિફુલ’ સહિતની વેબ-સિરીઝ બનાવીને ડિજિટલ સિરીઝ જોવા ટેવાયેલા દર્શકોને મનોરંજન આપતું રહે છે. હવે તે ‘ઇટ હૅપન્ડ ઇન કોલકત્તા’ નામની નવી સિરીઝનું આયોજન કરી રહ્યું છે.

ફિલ્મો અને ખાસ તો ટેલ‌િવ‌િઝનનો જાણીતો ચહેરો કરણ કુન્દ્રા તથા અભિનેત્રી નગમા રિઝવાન આ સિરીઝમાં મુખ્ય પાત્રો ભજવશે. અલ્ટ બાલાજીએ જાહેર કર્યું હતું કે ૩૦૦ ઍક્ટ્રેસિસના ઑડિશન બાદ નગમા રિઝવાનને કુસુમના મુખ્ય ફીમેલ કૅરૅક્ટર માટે કાસ્ટ કરાઈ છે. ‘ઇશ્ક વિશ્ક’, ‘ફિદા’, ‘ચાન્સ પે ડાન્સ’ જેવી ફિલ્મો અને XXX જેવી અલ્ટ બાલાજી માટે વેબ-સિરીઝ બનાવી ચૂકેલા કેન ઘોષ ‘ઇટ હૅપન્ડ ઇન કોલકત્તા’નું દિગ્દર્શન સંભાળશે.

આ પણ વાંચો : ઑફિશ્યલ સીઈઓગીરીની ત્રીજી સીઝન આવી રહી છે



કલાકારોમાં અશ્મિત ખરબંદા, અમન વશિષ્ઠ, રિયા દીપ્સી, કોરલ ભામરા બાદ એક નવું નામ આપ્યું છે. એ છે અનુષ્કા લુહારનું જે ગયા વર્ષે ‘મિસ ઇન્ડિયા ગુજરાત ૨૦૧૮’ની સ્પર્ધા જીતી ચૂકી છે. અનુષ્કા અન્ય એક હિસ્ટોરિકલ વેબ-સિરીઝ ‘મહારાજ છત્રસાલ’ માટે પણ ઑલરેડી શૂટ કરી ચૂકી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 02:39 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK