Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'અનુપમા' શૉના વનરાજને આપવી પડી આખી ટીમને પિઝ્ઝા પાર્ટી, આ છે કારણ

'અનુપમા' શૉના વનરાજને આપવી પડી આખી ટીમને પિઝ્ઝા પાર્ટી, આ છે કારણ

28 October, 2020 08:40 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

'અનુપમા' શૉના વનરાજને આપવી પડી આખી ટીમને પિઝ્ઝા પાર્ટી, આ છે કારણ

'અનુપમા' શૉના વનરાજને આપવી પડી આખી ટીમને પિઝ્ઝા પાર્ટી, આ છે કારણ

'અનુપમા' શૉના વનરાજને આપવી પડી આખી ટીમને પિઝ્ઝા પાર્ટી, આ છે કારણ


'અનુપમા'માં વનરાજનું પાત્ર ભજવનાર સુધાંશુ પાંડેને શરત હારી જતા આખી ટીમને પિઝ્ઝા પાર્ટી આપવી પડી હતી, આ પિઝ્ઝા પાર્ટીનો વીડિયો અનુપમાનું પાત્ર ભજવનાર અભિનેત્રી રુપાલી ગાંગુલીએ શૅર કર્યો છે.

લૉકડાઉન બાદ લૉન્ચ થયેલી સીરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય ની દઈ છે. સીરિયલની જેમ જ રિયલ લાઇફમાં પણ ટીમના કલાકારો એકબીજા સાથે હળીમળીને રહે છે. રૂપાલી ગાંગુલી (અનુપમા), સુધાંશુ પાડે (વનરાજ), મદલાસા શર્મા (કાવ્યા) સહિત અનેક એક્ટર્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી ખ્યાલ આવે છે કે તેઓ સેટ પર ફ્રી ટાઇમમાં મસ્તી અને ફન વીડિયોઝ બનાવીને શૅર કરતા હોય છે.



તાજેતરમાં જ સીરિયલ અનુપમામાં મુખ્ય પાત્ર ભજવનાર રુપાલી ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર બિહાઇન્ડ ધ સીન્સનો વીડિયો અને તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં સુધાંશુ પાંડે આખી ટીમને પિઝ્ઝા પાર્ટી આપતા જોવા મળે છે. હકીકતે, અભિનેતાએ કોઇક શરત લગાવી હતી જે હારી ગયા બાદ સજારૂપે તેને પિઝ્ઝા ટ્રીટ આપીને પૂરી કરવી પડી રહી છે. રૂપાલીએ શૅર કરેલા વીડિયોમાં જોઇ શકાય છે કે ટેબલ પર ઘણાં બધાં પિઝ્ઝા પેકેટ્સ પડ્યા છે અને અભિનેત્રીએ કૅપ્શનમાં લખ્યું છે કે, પાંડે શરત હારી ગયો છે અને તેણે બધાને પિઝ્ઝા પાર્ટી આપવી પડી છે શરતના વિજેતા છે રોમેશ કાલરા. તેની સાથે જ શૉમાં સુધાંશુના દિકરાનું પાત્ર ભજવનાર કેદાર આશિષે પણ વીડિયો શૅર કર્યો છે. સાથે રસપ્રદ કૅપ્શન આપ્યું છે. રૂપાલીનો આભાર માન્યો છે.



આમ સીરિયલની વાત કરતા શૉ ખૂબ જ હાઇવૉલ્ટેજ ડ્રામામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં જ શૉનો પ્રોમો પણ રિલીઝ થયો હતો. જેમાં આ હાઇ વૉલ્ટેજ ડ્રામામાં ઉમેરો થવાની શક્યતાઓ દેખાઇ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 08:40 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK