અનુપમ ખેરે લગ્નનો ફોટો શૅર કરીને કિરણ ખેરને આપી મૅરેજ-ઍનિવર્સરીની શુભેચ્છા

મુંબઈ | Aug 27, 2019, 11:34 IST

અનુપમ ખેરે લગ્નનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને વાઇફ કિરણ ખેરને લગ્નની ૩૪મી મૅરેજ-ઍનિવર્સરીની શુભેચ્છા આપી છે.

અનુપમ ખેરે લગ્નનો ફોટો શૅર કર્યો
અનુપમ ખેરે લગ્નનો ફોટો શૅર કર્યો

અનુપમ ખેરે લગ્નનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને વાઇફ કિરણ ખેરને લગ્નની ૩૪મી મૅરેજ-ઍનિવર્સરીની શુભેચ્છા આપી છે. આ બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોમાં અનુપમ ખેરના ભાઈ રાજુ ખેર પણ જોવા મળી રહ્યા છે. ૧૯૮૫માં આ બન્નેનાં લગ્ન થયાં હતાં. લગ્નના ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘ડિયરેસ્ટ કિરણ. ૩૪મી વેડિંગ-ઍનિવર્સરીની શુભેચ્છા.

આ પણ વાંચો : મારો કૉન્ફિડન્સ જ મારી સ્ટ્રૉન્ગેસ્ટ ક્વૉલિટી છે : કરીના કપૂર ખાન

જીવનનો ઘણો લાંબો સમય આપણે સાથે વિતાવ્યો છે. ૩૪ વર્ષનો લાંબો સમય પસાર થઈ ગયો, પરંતુ એવું લાગે છે કે જાણે હજી ગઈ કાલની જ વાત હોય. તારી સાથે વિતાવેલી દરેક પળ સાથે મને પ્રેમ છે. લગ્નની વર્ષગાંઠ મુબારક.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK